શ્રાવણ માસમાં જુગારીઓ ઝડપાવવા એ ગુજરાતમાં જાણે સામાન્ય વાત થઈ ગઈ હોય તેવુ લાગી રહ્યું છે. આજે સુરેન્દ્રનગરના લખતરમાંથી પોલીસ રેડમાં 16 જુગારી ઝડપાયા છે. આ જુગારીઓ તલસાણા અને સાકર ગામમાં જુગાર રમતા ઝડપાયા છે. પોલીસે દરોડા પાડી 16 જુગારીને ઝડપી પાડ્યા છે. તે સિવાય 5 ફરાર આરોપીને પકડવા પોલીસની કાર્યવાહી હાથ ધરી છે. આ દરોડામાં કુલ રુ.40 હજારનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.
લખતર તાલુકામાં શ્રાવણી જુગાર જામ્યો













