દેશ માટે ખરા અર્થમાં ગર્વ લેવા જેવી વાત કહેવાય કે ગુજરાતના એક જિલ્લામાં એવું ગામ આવેલું છે જે દુનિયાનું સૌથી ધનિક ગામ માનવામાં આવે છે. આજના લેખમાં ગુજરાતના આ સૌથી ધનિકગામ વિશે વિગતે જાણીએ.


ગુજરાતના કચ્છમાં આવેલ માધાપર સૌથી ધનિક ગામ

ગુજરાતના કચ્છ જિલ્લામાં માધાપર ગામે દુનિયા સામે ગામડાંની વ્યાખ્યા બદલી નાખી છે. માધાપર કોઈ નવું ગામ નથી. ગામનો ઇતિહાસ જોવા જઈએ તો તેની સ્થાપના 12મી સદીમાં થઈ હતી. આ ગામમાં અસંખ્ય મંદિરો અને ઐતિહાસિક ઇમારતો આવેલી છે જે આ ગામની સુંદરતામાં વધારો કરે છે. માધાપર ગામની સાચી તાકાત NRIsમાં રહેલી છે જેઓ આ ગામના વતની છે પણ હાલ વિદેશમાં સ્થાયી થયા છે.

ગામની વસ્તીના લગભગ 65% NRI

માધાપર વિસ્તાર અને સંખ્યાની દ્રષ્ટિએ એક મોટું ગામ છે. આ ગામની કુલ વસ્તી આશરે 92,000 છે, અને ગામમાં આશરે 7,600 જેટલા ઘરો છે, પરંતુ તેની સાચી તાકાત NRIsમાં રહેલી છે. ગામની વસ્તીના લગભગ 65% NRI છે, જે મુખ્યત્વે આફ્રિકા, યુકે, યુએસ, કેનેડા અને ગલ્ફ દેશોમાં રહે છે. દાયકાઓ પહેલા, આ લોકો નોકરી- વેપાર માટે વિદેશમાં સ્થાયી થયા હતા. તેઓએ ત્યાં સખત મહેનત દ્વારા ઘણા પૈસા કમાયા હતા, પરંતુ તેમના ગામને ક્યારેય ભૂલ્યા નથી.

વિદેશી આવક દ્વારા શ્રીમંત બનતું ગામ

ગામના વિકાસમાં મુખ્ય ફાળો ખરા અર્થમાં NRIનો રહ્યો છે એમ કહી શકાય છે કેમ કે વિદેશમાં રહેતા ગામના વતનીઓ એ વિદેશથી ગામમાં પૈસા પાછા મોકલવાનું, રોકાણ કરવાનું ચાલુ રાખ્યું છે. ગામની બેંકોમાં ગ્રામજનોની એફડી આશરે 5000 કરોડ રૂપિયા જેટલી થાય છે જે એક સામાન્ય ગામની તુલનામાં નોંધપાત્ર આંકડો છે. આ ગામની મુખ્ય વાત એ છે કે આ પૈસા ફક્ત બેંકોમાં જ નથી રહેતા પરંતુ તેનો ઉપયોગ ગામના વિકાસ માટે પણ કરવામાં આવે છે. 

  • Follow us on: