અમદાવાદના વાસણા વિસ્તારમાં એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં ટ્રકની ટક્કરથી એક્ટિવા પર સવાર એક મહિલાનું કરૂણ મોત નીપજ્યું છે. ટ્રક ચાલકે એક્ટિવા સવાર મહિલાને ટક્કર માર્યા બાદ પણ ટ્રક રોકી નહોતી અને એક્ટિવાને લગભગ 35 મીટર સુધી ઘસડ્યું હતું. આ અકસ્માતમાં મહિલાનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું.


ટ્રાફિક પોલીસે ટ્રક ચાલકની અટકાયત કરી 

 અકસ્માત સર્જ્યા બાદ ટ્રક ચાલકે ઘટનાસ્થળેથી ભાગવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ત્યાં હાજર રહેલા સ્થાનિક લોકોએ ટ્રક ચાલકને ઝડપી પાડ્યો હતો અને તેને પોલીસને સોંપી દીધો હતો. 'M' ટ્રાફિક પોલીસે તાત્કાલિક ટ્રક ચાલકની અટકાયત કરી છે અને સમગ્ર બનાવને લઈ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: