અમદાવાદના રામદેવનગર વિસ્તારમાં આવેલા વિસત તલાવડી ચાર રસ્તા પાસે વહેલી સવારે એક ગમખ્વાર માર્ગ અકસ્માત સર્જાયો હતો. આ ગમખ્વાર અકસ્માતના CCTV ફૂટેજ સામે આવ્યા છે. અકસ્માતમાં પુરપાટ ઝડપે આવી રહેલો બાઇક ચાલક યુવક ટ્રકની નીચે આવી જતાં 28 વર્ષીય બાઇકચાલક યુવકનું કરૂણ મોત નીપજ્યું હતું.
પોલીસે સમગ્ર બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી
આ અકસ્માત એટલો ભયાનક હતો કે બાઇકના બે ટુકડા થઈ ગયા હતા. સ્થાનિકોનો આક્ષેપ છે કે ચાર રસ્તા પર બમ્પ ન હોવાના કારણે અહીં અવારનવાર અકસ્માતો થાય છે. સ્થાનિકોએ વહીવટી તંત્ર પાસે તાત્કાલિક બમ્પ બનાવવાની માંગ કરી છે. તેમજ ડિવિઝન ટ્રાફિક પોલીસે સમગ્ર બનાવને લઈ વધુ તપાસ હાથ ધરી છે.













