અમદાવાદમાં ફી રેગ્યુલેટરી કમિટી (FRC)ના નિયમોને અવગણી વધુ ફી વસૂલવાના મામલે કાર્યવાહી તેજ બની છે. સેન્ટ ઝેવિયર્સ સ્કૂલ બાદ હવે વધુ ત્રણ ખાનગી શાળાઓને વિદ્યાર્થીઓ પાસેથી લેવાયેલી વધારાની ફી પરત કરવા આદેશ આપવામાં આવ્યો છે.


ત્રણ ખાનગી સ્કૂલોની અરજીઓ ફગાવી દીધી

રિવિઝન બેન્ચે ફી મામલે દાખલ કરાયેલી વધુ ત્રણ ખાનગી સ્કૂલોની અરજીઓ ફગાવી દીધી છે. ગોધાવી સ્થિત ઝાયડ્સ સ્કૂલ, નારણપુરાની તપોવન સ્કૂલ તેમજ ચાંદખેડાની સાકાર સ્કૂલને વધારાની ફી પરત કરવા સ્પષ્ટ આદેશ આપવામાં આવ્યો છે.

 શાળાઓ દ્વારા મંજૂર ફી કરતા બમણી ફી વસૂલવામાં આવી 

તપાસ દરમિયાન બહાર આવ્યું હતું કે આ શાળાઓ દ્વારા મંજૂર ફી કરતા બમણી ફી વસૂલવામાં આવી રહી હતી. વાલીની ફરિયાદ બાદ FRC દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં ગંભીર અનિયમિતતાઓ સામે આવી હતી.

ફી પરત કરવાની કાર્યવાહીથી શાળા સંચાલકોમાં ખળભળાટ મચ્યો

ફી પરત કરવાની કાર્યવાહીથી શાળા સંચાલકોમાં ખળભળાટ મચ્યો છે. ફી મામલે શાળા સંચાલકો રિવિઝન બેન્ચમાં ગયા હતા, પરંતુ ત્યાંથી તેમને કોઈ રાહત મળી નથી. FRCના આ કડક વલણને કારણે અન્ય ખાનગી શાળાઓમાં પણ ચિંતાનો માહોલ જોવા મળી રહ્યો છે.


આ પણ વાંચો----   PM Modi in Gujarat : વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે, આવતીકાલે સોમનાથમાં શૌર્ય યાત્રામાં ભાગ લેશે

  • Follow us on: