વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજથી બે દિવસના સૌરાષ્ટ્ર પ્રવાસે આવી રહ્યા છે. આજે બપોરે તેઓ રાજકોટના હીરાસર એરપોર્ટ પર આગમન કરશે. એરપોર્ટ પરથી સીધા જ વડાપ્રધાન સોમનાથ જવા રવાના થશે.
રાત્રે 8 વાગ્યે સોમનાથમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે
સોમનાથ પહોંચ્યા બાદ વડાપ્રધાન રાત્રિ રોકાણ કરશે. રાત્રે 8 વાગ્યે સોમનાથમાં ઓમકાર મંત્ર જાપમાં ભાગ લેશે ત્યારબાદ રવિવારે સવારે તેઓ સોમનાથ મહાદેવના સાંનિધ્યમાં યોજાનારા સ્વાભિમાન પર્વ અને શૌર્ય યાત્રામાં હાજરી આપશે. આ કાર્યક્રમ દ્વારા સંસ્કૃતિ, આસ્થા અને રાષ્ટ્રીય ગૌરવનો સંદેશ આપવામાં આવશે.













