અમદાવાદના ઐતિહાસિક દિલ્હી દરવાજા વિસ્તારમાં મ્યુનિસિપલ તંત્ર દ્વારા દબાણો હટાવવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. રસ્તા પર અવરોધ સર્જતા દુકાનો બહાર રાખવામાં આવેલા દબાણો દૂર કરવામાં આવતા વિસ્તારના ટ્રાફિક અને અવરજવરમાં રાહત મળી છે.

તહેવારોના સમયમાં આ વિસ્તારમાં ભારે ભીડ રહેતી હોય છે

મળતી માહિતી મુજબ, ખાસ કરીને સિઝનલ સ્ટોર્સ દ્વારા કરવામાં આવેલા અસ્થાયી દબાણોને તંત્રએ હટાવ્યા હતા. તહેવારોના સમયમાં આ વિસ્તારમાં ભારે ભીડ રહેતી હોય છે, ત્યારે આવા દબાણોના કારણે રાહદારીઓ તેમજ વાહનચાલકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે.

માર્ગ પર દબાણ ન કરવા સૂચના આપવામાં આવી

મ્યુનિસિપલ અધિકારીઓની ટીમે સ્થળ પર પહોંચીને દબાણો દૂર કર્યા હતા અને વેપારીઓને ભવિષ્યમાં જાહેર માર્ગ પર દબાણ ન કરવા સૂચના આપવામાં આવી હતી. તંત્ર દ્વારા નિયમોનું પાલન કરાવવા માટે આગળ પણ આવી કાર્યવાહી ચાલુ રહેશે તેમ જણાવાયું છે.

આ પણ વાંચો----   Gandhinagar: ઇન્ચાર્જ ડીજીપી ડૉ. કે.એલ.એન. રાવ પહેલા જ દિવસે એક્શનમાં, 31 ડિસેમ્બરની રાત્રે બંદોબસ્તનું નિરીક્ષણ કર્યુ