અમદાવાદના દાણીલીમડામાં એક તરફી પ્રેમમાં પાગલ શખ્સે પરિણીતાનો પીછો કરીને તું મારી સાથે કેમ વાત નથી કરતી કહીને છરીના ઘા માર્યા હતા. જે અંગે દાણીલીમડા પોલીસે ગુનો દાખલ કરી આરોપીની ધરપકડ કરી છે. સાથે જ આરોપીએ હુમલાના સીસીટીવી સોશિયલ મીડિયા પર વાયરલ કરી ધમકી પણ આપી હોવાનું સામે આવ્યું છે.જે અંગે પોલીસે વધુ તપાસ શરૂ કરી..
એક તરફી પ્રેમમાં પાગલ બની પરિણિતા પર હુમલો કર્યો
દાણીલીમડા પોલીસે રહીમ ઉર્ફે નોમાન શેખની ધરપકડ છે. જેણે એક તરફી પ્રેમમાં પાગલ બની પરિણિતા પર હુમલો કર્યો હતો. વાયરલ થયેલા સીસીટીવીમાં જોવા મલે છે કે આરોપી પરણીતાનો પીછો કરી બેકરીમાં જઇને છરીના ઘા મારે છે. 'તું એકલી ક્યા ફરે છે મારી સાથે વાત કેમ નથી કરતી' તેવુ કહીને છરી વડે ઉપરા છાપરી હુમલા કરવા લાગે છે.
પોલીસે ગુનો દાખલ કરી આરોપી નોમાનની ધરપકડ કરી
જે સીસીટીવી અને હુમલા અંગેની રજૂઆત પોલીસને મળતા પોલીસે ગુનો દાખલ કરી આરોપી નોમાનની ધરપકડ કરી છે. મહત્વનું છે કે પરિણીતાના લગ્ન થઈ જતા તેણે આરોપી યુવક સાથેથી પોતાનો છેડો ફાડી નાખ્યો હતો. અને તેની સાથે વાતચીત બંધ કરતાં એક તરફી પ્રેમમાં પાગલ બની પરણીતા નો પીછો કરી તેના પર હુમલો કર્યો હતો...
પતિ સાથે છુટાછેડા થયા હતા
પોલીસે હુમલાનો ગુનો દાખલ કરી તપાસ કરતા હકીકત સામે આવી કે બહેરામપુરામાં રહેતી 21 વર્ષીય પરિણીતા પરિવાર સાથે રહે છે. જેમાં એક વર્ષ પહેલા તેને પતિ સાથે છુટાછેડા થયા હતા. બાદમાં 28 ડિસેમ્બર 2025એ બીજા લગ્ન કર્યા હતા. ગત 21 જાન્યુઆરીએ તે પિયરમાં રહેવા આવી હતી. ત્યાર તેનો સંપર્ક કસાઇ જમાતની ચાલીમાં રહેતા રહીમ ઉર્ફે નોમાન શેખ સાથે થઇ હતી. બાદમાં બંને વચ્ચે મિત્રતા થઇ હતી. પરંતુ પરિણીતાના લગ્ન થઇ જતા તેને નોમાન સાથે વાત કરવાનું બંધ કરી દીધુ હતુ. તે વાત થી ઉશ્કેરાઈને આરોપી એ હુમલો કર્યો હતો. ઉપરાંત હુમલા ના સીસીટીવી પોતાના સોશિયલ મીડિયા પર મૂકી પરણીતાને ગર્ભીત રીતે ધમકી પણ આપી હતી...
નોમાનનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો
પરિણીતા પર હુમલા અંગે પોલીસે તપાસ કરતા આરોપી રફીક ઉર્ફે નોમાનનો ગુનાહિત ઇતિહાસ પણ સામે આવ્યો છે જેમાં તેની વિરુદ્ધ મારામારી અને અન્ય ગુના પણ પોલીસ ચોપડે નોંધાયા છે. જેથી પોલીસે આરોપી વિરુદ્ધ કડક હાથે કાર્યવાહી શરૂ કરી છે.
આ પણ વાંચો----- Jamnagar : વસંત પંચમીના દિવસે યુવકની કૃર હત્યા, પ્રેમ પ્રકરણમાં મૃતકના સાળા સહિત ત્રણ શખ્સોએ ચાકૂના ઘા ઝીંકી હત્યા કરી હોવાની આશંકા