અમદાવાદ શહેરના અનુપમ બ્રિજ નજીક એક દુઃખદ અકસ્માત સર્જાયો છે, જેમાં AMTS બસ અને એક એકટીવા વચ્ચે અકસ્માત થયા બાદ એક બાળકનું મોત થયું છે.


AMTS બસ ચાલકે ટક્કર મારતા એક્ટિવા પર સવાર માતા અને પુત્ર નીચે પટકાયા

માહિતી અનુસાર, AMTS બસ ચાલકે ટક્કર મારતા એક્ટિવા પર સવાર માતા અને પુત્ર નીચે પટકાયા. ઘટનામાં 12 વર્ષીય હેનીલ ગુપ્તાનું મોત થયું હતું જ્યારે તેની માતાને પણ ઇજાઓ પહોંચી છે જેમને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડાયા છે.

 AMTS બસના ચાલકની ધરપકડ

અકસ્માતની જાણ થતાં ટ્રાફિક પોલીસે ઘટના સ્થળ પર પહોંચી AMTS બસના ચાલકની ધરપકડ કરી હતી.


આ પણ વાંચો----    Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત રહ્યું હતું અગ્રેસર, સ્વચ્છતામાં અમદાવાદને મળ્યો હતો સૌથી સ્વચ્છ મોટા શહેરનો એવોર્ડ તો સુરત અને ગાંધીનગર પણ

  • Follow us on: