અમદાવાદમાં હવાની ગુણવત્તા સતત કથળી રહી છે અને મોટાભાગના વિસ્તારોમાં એર ક્વોલિટી ઇન્ડેક્સ (AQI) 'ખરાબ' (Poor) થી 'અનહેલ્ધી' (Unhealthy) ની કેટેગરીમાં પહોંચી ગયો છે. તાજેતરના આંકડા મુજબ, સોલા વિસ્તારમાં AQI 203 પર પહોંચી ગયો છે, જે અત્યંત ચિંતાનો વિષય છે. અન્ય વિસ્તારોમાં પણ પ્રદૂષણનો આંક ઊંચો જોવા મળ્યો છે.


  • સોલા: AQI 203 (અનહેલ્ધી)
  • બોડકદેવ: AQI 191
  • ગ્યાસપુર: AQI 191
  • વટવા: AQI 188
  • સાયન્સ સિટી: AQI 184
  • બોપલ: AQI 183
  • વસ્ત્રાપુર, ઘુમા, સેટેલાઇટ: AQI 178
  • ઇસ્કોન: AQI 174

જોકે, પ્રદૂષણના આ ગંભીર વધારા વચ્ચે શહેરીજનોને હવાના સ્તર વિશે જાણકારી આપતા મહત્ત્વના પ્રદૂષણ દર્શાવતા બોર્ડ (ડિસ્પ્લે) બંધ હાલતમાં જોવા મળ્યા છે, જેના કારણે તે માત્ર શોભાના ગાંઠિયા સમાન બની ગયા છે. પ્રદૂષણ નિયંત્રણ માટે કરોડોનો ખર્ચ કરતી સરકારી સંસ્થાઓની આ બેદરકારી સામે સવાલો ઉઠી રહ્યા છે.

આ પણ વાંચો : Surat માં યુવતી બ્લેકમેઇલિંગનો ભોગ બની, વિધર્મી બિલાલ ખીરશીદ ખાને દુષ્કર્મ આચરી પૈસા પડાવ્યા, ફરિયાદ નોંધાઇ 

  • Follow us on: