અમદાવાદના દાણીલીમડા વિસ્તારમાં અલ હબીબ રેસીડેન્સી નજીક આવેલા એક બ્યુટી પાર્લરમાં એક ગંભીર ઘટના બની છે. અહીં પાર્લરમાં હાજર એક મહિલા પર બે અજાણ્યા યુવકોએ તીક્ષ્ણ હથિયાર વડે હુમલો કર્યો હતો અને ત્યારબાદ ઘટનાસ્થળેથી ફરાર થઈ ગયા હતા. પ્રાથમિક તપાસમાં પોલીસને જાણવા મળ્યું છે કે આ હુમલો અંગત અદાવતને કારણે કરવામાં આવ્યો છે.


ખુલ્લેઆમ ગુંડાગીરી

હુમલામાં ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયેલી મહિલાને તાત્કાલિક સારવાર અર્થે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે. આ ઘટના અંગે દાણીલીમડા પોલીસે તાત્કાલિક ગુનો નોંધી કાર્યવાહી શરૂ કરી છે. પોલીસે આસપાસના સીસીટીવી ફૂટેજની તપાસ કરીને તેમજ મહિલાના નિવેદનના આધારે ફરાર થયેલા બંને આરોપીઓને ઝડપી પાડવા માટે વધુ તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.


  • Follow us on: