અમદાવાદ શહેરના વેજલપુર વિસ્તારમાં વધુ એક અશાંત ધારાનો વિવાદ સામે આવ્યો છે.. અશાંત ધારા લાગુ વિસ્તારમાં 22 માળના બિલ્ડિંગનું બાંધકામ શરૂ થતાં સમગ્ર મામલે વિવાદ ઊભો થયો છે.


 તંત્ર દ્વારા બાંધકામને મંજૂરી કેવી રીતે આપવામાં આવી

સ્થાનિક ધારાસભ્ય અમિત ઠાકરે દાવો કર્યો છે કે તેઓ ચૂંટાયા પહેલા જ આ બિલ્ડિંગનો પ્લાન પાસ થયો હતો. જોકે, અશાંત ધારાનો ભંગ થતો હોવા છતાં તંત્ર દ્વારા બાંધકામને મંજૂરી કેવી રીતે આપવામાં આવી તે મુદ્દે સવાલો ઊઠી રહ્યા છે.

પોલીસ કમિશનર સાથેની બેઠકમાં ફરિયાદ કરી ચૂક્યા છે

ધારાસભ્યે જણાવ્યું છે કે અગાઉ પણ આ મુદ્દે પોલીસ કમિશનર સાથેની બેઠકમાં ફરિયાદ કરી ચૂક્યા છે. છતાં કોઈ નક્કર કાર્યવાહી ન થતાં હવે તેમણે સુઓમોટો અરજી દાખલ કરી છે અને લડત ચાલુ રાખવાની જાહેરાત કરી છે.

 બિલ્ડિંગમાં મકાન ખરીદતા પહેલા ચેતજો

આ મામલે ધારાસભ્યે મુસ્લિમ નાગરિકોને વિનંતી કરી છે કે આ બિલ્ડિંગમાં મકાન ખરીદતા પહેલા ચેતજો, કારણ કે કાયદાકીય વિવાદને કારણે ક્યાંક તેમની મહેનતની કમાણી ડૂબી ન જાય.

તેઓ અંત સુધી લડત આપશે

ધારાસભ્યનું કહેવું છે કે અશાંત ધારાનો ભંગ ન થાય તે માટે તેઓ અંત સુધી લડત આપશે. હાલ આ મુદ્દે શહેરમાં ચર્ચાનો માહોલ ગરમાયો છે .


આ પણ વાંચો----    Banaskantha : ઠાકોર સમાજના નવા બંધારણનું ઉલ્લંઘન, ગબ્બર ઠાકોરે કહ્યું, અમે કોઇ ગુનો નથી કર્યો કે બંધારણ પણ નથી તોડ્યું...

  • Follow us on: