બનાસકાંઠાના ડીસાના જાંબડીયા ગામે ઠાકોર સમાજના નવા બંધારણને લઈને આજે બેઠક યોજાઈ રહી છે. બેઠકમાં કલાકારો ગબ્બર ઠાકોર અને અર્જુન ઠાકોર પણ ઉપસ્થિત રહી શકે છે. કલાકાર ગબ્બર ઠાકોરે કહ્યું હતું કે તેમણે કોઈ ગુનો કર્યો નથી અને કોઈ નિયમ તોડ્યો નથી, તેથી તેઓ બેઠકમાં ભાગ લેવા માટે તૈયાર છે.
બંધારણની કોપી પણ ગામમાં આપવામાં આવી નથી
અર્જુન ઠાકોરના જણાવ્યા પ્રમાણે, અમારા ગામના લોકો બંધારણ સમયે ગયા ન હતા અને બંધારણની કોપી પણ ગામમાં આપવામાં આવી નથી. અમે ડી.જે. વગાડ્યું એ માત્ર અમારા ગામમાં વાગ્યું હતું,
કોઈ નિયમ તોડ્યો નથી
તેમણે કહ્યું કે અમે જાનમાં ડી.જે. લઈને ગયા નથી. કોઈ નિયમ તોડ્યો નથી અને અમારા ઉપર કોઈ કાર્યવાહી થાય તેમ જ નથી.
કલાકારો ડી.જે. ન વગાડી શકે તેવો કોઈ નિયમ નથી.
જ્યારે કલાકાર ગબ્બર ઠાકોરે જણાવ્યું કે, ઠાકોર સમાજનું બંધારણ બન્યા છતાં તેના વિષે ગામમાં જાણ કરવામાં આવી નથી. અમે કોઈ નિયમ ભંગ કર્યો નથી. અમે બેઠકમાં ઉપસ્થિત રહીને અમારી વાત રજૂ કરીશું. અમારા વિરોધીઓએ આ મુદ્દો ઊભો કર્યો છે, પરંતુ અમે સદાય સમાજ સાથે રહીશું. કલાકારો ડી.જે. ન વગાડી શકે તેવો કોઈ નિયમ નથી.
સમાજમાં સારી કોલેજ કે દવાખાનું થાય તેવું કંઇ થયું નથી
સિંગર ગબ્બર ઠાકોરે કહ્યું કે અમે બંધારણ તોડ્યું જ નથી. અમે પુરુ પાલન કર્યું છે. બંધારણ હોય તો ત્રણ જિલ્લામાં કેમ તેનું પાલન કરાય છે. ગાંધીનગર બાજુ તો કલાકારોને રોજગારી મળે છે. નેતાઓને તો પગાર પણ આવે છે તો અમારું શું. આગેવાનોને કહીશું કે બંધાતરણ તોડ્યું નથી. કલાકારો સાથે સંકળાયેલા 10 હજાર લોકોનું જીવન કેવી રીતે ચાલશે . અમે મિટીંગ પણ કરીશું. સમાજ માટે કાયમ માટે છે ગબ્બર ઠાકોર. સમાજમાં સારી કોલેજ કે દવાખાનું થાય તેવું કંઇ થયું નથી અને સમાજના આગેવાનોને પણ કોઇ ફાયદો થયો નથી.
આ પણ વાંચો---- Vadodara : ASI લક્ષ્મીકાંતનો કાંડ, તેની મિલકતો અને નાણાંકિય વ્યવહારોની ચકાસણી શરુ, શહેર પોલીસમાં નવાજૂનીના ભણકારા