સુરેન્દ્રનગરના ચોટીલાના નવગ્રહ મંદિર પાસેની ગૌશાળાને તોડી પાડવા મુદ્દે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો. ખુદ મામલતદાર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તેવી બાંહેધરી હાઈકોર્ટ સમક્ષ આપવામાં આવી હતી. તેમ છતાં રાતોરાત ગેરકાયદે રીતે ગૌશાળાનું બાંધકામ તોડી નંખાતા અને ગાયોનો આશરો છીનવી લેવાતા જસ્ટિસ નિરલ આર. મહેતાએ જવાબદાર મામલતદાર અને ડેપ્યુટી કલેકટર એચ.ટી. મકવાણાનો જોરદાર ઉધડો લઇ નાખ્યો હતો.
જવાબદાર મામલતદાર અને ડેપ્યુટી કલેકટર એચ.ટી. મકવાણાનો ઉધડો લીધો કોર્ટે
હાઈકોર્ટના સ્ટેટસ કવો અને કોર્ટ રૂબરૂ બાંહેધરી છતાં પોતાની સત્તાના જોરે અદાલતી કાર્યવાહીને અવગણવાના સરકારી અધિકારીઓને વલણને લઈ બંને અધિકારીઓને આડા હાથે લીધા હતા. એક તબક્કે નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. સુરેન્દ્રનગરના ચોટીલાના નવગ્રહ મંદિર પાસેની ગૌશાળાને તોડી પાડવા મુદ્દે યથાવત સ્થિતિ જાળવી રાખવાનો ગુજરાત હાઇકોર્ટે હુકમ કર્યો હતો. ખુદ મામલતદાર દ્વારા આ અંગે કોઈ કાર્યવાહી કરવામાં નહીં આવે તેવી બાંહેધરી હાઈકોર્ટ સમક્ષ આપવામાં આવી હતી. તેમ છતાં રાતોરાત ગેરકાયદે રીતે ગૌશાળાનું બાંધકામ તોડી નંખાતા અને ગાયોનો આશરો છીનવી લેવાતા જસ્ટિસ નિરલ આર. મહેતાએ જવાબદાર મામલતદાર અને ડેપ્યુટી કલેકટર એચ.ટી. મકવાણાનો જોરદાર ઉધડો લઇ નાખ્યો હતો.
ગૌશાળા તોડવામાં મામલતદાર અને ડેપ્યુટી કલેક્ટર દ્વારા સાચી હકીકત છૂપાવવા પ્રયાસ કરવામાં આવ્યો
હાઈકોર્ટના સ્ટેટસ કવો અને કોર્ટ રૂબરૂ બાંહેધરી છતાં પોતાની સત્તાના જોરે અદાલતી કાર્યવાહીને અવગણવાના સરકારી અધિકારીઓને વલણને લઈ બંને અધિકારીઓને આડા હાથે લીધા હતા. એક તબક્કે નોકરીમાંથી સસ્પેન્ડ કરવાની ચીમકી ઉચ્ચારી હતી. ગૌશાળા તોડવાના વિવાદમાં સ્થાનિક મામલતદાર અને ડેપ્યુટી કલેકટર દ્વારા સાચી હકીકતો છુપાવવાનો પ્રયાસ થતાં જસ્ટિ નિરલ આર મહેતા દ્વારા પૂછાયેલા સવાલોમાં બંને સરકારી અધિકારીઓ સલવાયા હતા. અરજદારે અદાલતનું ધ્યાન દોર્યું કે તા.૨૪-૧૧-૨૦૨૫ના રોજ ડિમોલીશન ઓર્ડરની વાત સત્તાવાળા રજૂ કરે છે પરંતુ અરજદારને તે ઓર્ડર મળ્યો જ નથી. કોર્ટમાં કેસની કાર્યવાહી બાદ તા.૧૭મી જાન્યુઆરીએ તેમને નોટિસ મળી હતી અને તે પણ સાદી પોસ્ટથી મોકલાઈ હતી. જો કે પોસ્ટ વિભાગના તારીખ મારેલા સિક્કા પરથી વહીવટી તંત્ર પોતાને સાચું સાબિત કરવા કોર્ટની પ્રોસિજર સાથે પણ ગંભીર રમત રહી હોવાનું ફલિત થાય છે.
ડેપ્યુટી કલેક્ટર ગાડીમાંથી ઉતરે એટલે સિંઘમના ગીતો વગાડે છે : અરજદાર
હાઇકોર્ટે અધિકારીઓને સવાલ કર્યો કે. તમે કયારે ઓર્ડર પસાર કર્યો છે? જેના જવાબમાં મામલતદારે જણાવ્યું કે, ૨૪ નવેમ્બરે. તેથી હાઇ કોર્ટે તેમને સાફ શબ્દોમાં સુણાવ્યું કે, તો પછી ૨૦૨૬નો હુકમ કેમ બતાવે છે ? જેથી મામલતદારે બચાવ કર્યો હતો કે, તે કારકૂનની ભૂલ છે. જેથી હાઇકોર્ટે જણાવ્યું કે, તમે કોઇપણ પ્રોસિડીંગ્સ અનુસર્યા વિના કાર્યવાહી કરી છે અને તારીખ વિનાના આવા ડિમોલીશનના કારણે તમે ખોટું કર્યુ છે તે સ્પષ્ટ થાય છે, તેથી તમારે આનું પરિણામ તો ભોગવવું જ પડશે. ટ્રસ્ટ તરફથી જણાવાયું કે, ડેપ્યુટી કલેકટર દ્વારા ટ્રસ્ટને આશ્વાસન અપાયું હતું કે, હાઇકોર્ટના નિર્દેશ મુજબ, કોઇ કાર્યવાહી આગળ કરવામાં આવશે નહી પરંતુ ગૌશાળા તોડી પાડવામાં આવી હતી અને તેનો વીડિયો પણ સામે આવ્યો છે. જેસીબી મશીનથી ગૌશાળા તોડી પાડવાની કામગીરી કરાઈ છે. ડેપ્યુટી કલેકટર સરકારમાં પોતાનું કામ કર્યાનો જોરદાર દેખાડો કરે છે અને આ માટે કાયદો હાથમાં લે છે અને ગાડીમાંથી ઉતરે એટલે સિંઘમના ગીતો વગાડી કામ કર્યાનો વટ પાડે છે.
આ પણ વાંચો : Ahmedabad News : અમદાવાદ કોર્પોરેશનનું આજે ડ્રાફટ બજેટ થશે રજૂ, બજેટનું કદ 16,000 કરોડથી વધુનું હોવાની શકયતા