અમદાવાદ એરપોર્ટ પર વાદળછાયું વાતાવરણ રહેતા ફ્લાઇટ શિડ્યુઅલ ખોરવાવાની સ્થિતિ સર્જાઈ છે. આજે અમદાવાદ આવતી અને જતી કુલ 25 જેટલી ફ્લાઇટો મોડી પડતાં હજારો મુસાફરોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો.


વાદળછાયું વાતાવરણ રહેતા ફ્લાઇટ શિડ્યુઅલ ખોરવાયા

પ્રાપ્ત માહિતી મુજબ આગ્રા, ચંદીગઢ, ભુવનેશ્વર, દિલ્હી અને મુંબઈ સહિતના શહેરોની ફ્લાઇટો મોડેથી ઉડાન ભરી હતી. ખરાબ હવામાન અને ઓછી દૃશ્યતા (વિઝિબિલિટી)ના કારણે ફ્લાઇટ ઓપરેશન પર અસર પડી હોવાનું જાણવા મળ્યું છે.

અનેક મુસાફરો લાંબા સમય સુધી એરપોર્ટ પર રાહ જોતા નજરે પડ્યા

ફ્લાઇટ શિડ્યુઅલ ખોરવાતા અનેક મુસાફરો લાંબા સમય સુધી એરપોર્ટ પર રાહ જોતા નજરે પડ્યા હતા. કેટલાક મુસાફરોને કનેક્ટિંગ ફ્લાઇટ ચૂકી જવાની પરિસ્થિતિ પણ સર્જાઈ હતી, જેના કારણે એરપોર્ટ પર અસંતોષ જોવા મળ્યો હતો.

એરપોર્ટ પર ફ્લાઇટ લેટ થવાનો સિલસિલો યથાવત

એરપોર્ટ ઓથોરિટી દ્વારા પરિસ્થિતિ પર નજર રાખવામાં આવી રહી છે અને હવામાનમાં સુધારો થતા ધીમે ધીમે ફ્લાઇટ સેવાઓ સામાન્ય થવાની આશા વ્યક્ત કરવામાં આવી છે. હાલ અમદાવાદ એરપોર્ટ પર ફ્લાઇટ લેટ થવાનો સિલસિલો યથાવત રહ્યો છે.


આ પણ વાંચો----    Weather News : ગુજરાતના મોટાભાગના શહેરોમાં તાપમાનમાં વધારો, પવનની ગતિ વધતા ઠંડીનો થઈ રહ્યો છે અહેસાસ

  • Follow us on: