આંતરરાજ્ય બાળ તસ્કરીના કેસમાં અમદાવાદ ક્રાઈમ બ્રાંચે મોટા ખુલાસા કર્યા છે. પોલીસે ઝડપેલા 3 આરોપીઓની પુછપરછમાં ચોંકાવનારા ખુલાસા થતાં પોલીસની તપાસ હવે લંબાઇ છે


બાળ તસ્કરી કેસમાં 3 આરોપીને ઝડપી પાડ્યા

પોલીસે બાળ તસ્કરી કેસમાં 3 આરોપીને ઝડપી પાડ્યા હતા અને ત્રણેયની ઉંડી પૂછપરછ કરાઇ હતી.

આરોપીઓ અન્ય રાજ્યના 5 એજન્ટો સાથે સંપર્કમાં

પોલીસની તપાસ દરમિયાન જાણવા મળ્યું કે ઝડપાયેલા આરોપીઓ અન્ય રાજ્યના 5 એજન્ટો સાથે સંપર્કમાં હતા

જો બાળકી હોય તો એજન્ટો વધુ રપિયા આપતા

પુછપરછમાં ખુલ્યું છે કે, આ એજન્ટો બાળકોને અન્ય રાજ્યોમાં ભિક્ષાવૃતિ કરવા માટે ધકેલી રહ્યા હતા. નોંધનીય છે કે જો બાળકી હોય તો એજન્ટો વધુ રપિયા આપતા હતા

આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા

ક્રાઈમ બ્રાંચ હવે સમગ્ર કનેક્શનમાં ગંભીરતાથી આગળની તપાસ કરી રહી છે. પોલીસ બાળ તસ્કરી સાથે સંકળાયેલા શખ્સોની વધુ પુછપરછ કરી રહી છે જેથી આગામી દિવસોમાં વધુ ખુલાસા થાય તેવી શક્યતા છે. 


આ પણ વાંચો---   Banaskantha : પાલનપુર નજીકના ગામમાં યુવકમાં હડકવાના લક્ષણો દેખાતા મચ્યો હડકંપ, યુવકને દોરડાથી બાંધી હોસ્પિટલ ખસેડાયો

  • Follow us on: