સોમનાથથી જબલપુર જતી ટ્રેનમાં બોમ્બ વિશે ફેલાવવામાં આવેલ મેસેજને લઈને અમદાવાદ રેલવે પોલીસે તપાસ કરી હતી. જો કે આ મેસેજ અફવા હોવાનું બહાર આવ્યું હતું.


 રવિરાજ નામના યુવકે રેલવે હેલ્પલાઇન પર ફોન કરીને બોમ્બની માહિતી આપી

જાણવા મળ્યા પ્રમાણે રવિરાજ નામના યુવકે રેલવે હેલ્પલાઇન પર ફોન કરીને બોમ્બની માહિતી આપી હતી, પરંતુ તપાસ દરમિયાન આ મેસેજ અફવા સાબિત થઇ હતી

 મેસેજ કરનાર યુવકની પૂછપરછ

જો કે મેસેજના આધારે રેલવે પોલીસે ટ્રેનમાં તાત્કાલિક તપાસ હાથ ધરી અને મેસેજ કરનાર યુવકની પૂછપરછ કરી. તપાસમાં જણાયું કે યુવક માનસિક રીતે અસ્થિર હતો. પોલીસે આ મામલે વધુ તપાસ શરુ કરી છે.


આ પણ વાંચો---   Ahmedabad : ઓઢવમાં હોટ મિક્ષ વાહનની ટક્કરથી મજૂર દટાયો, ફાયર બ્રિગેડ પહોંચ્યું

  • Follow us on: