અમદાવાદ શહેરના આનંદનગર વિસ્તારમાં બે વ્યવસાય એકમો ખાતે બાળ મજૂરી કરાવાતી હોવાનું ધ્યાનમાં આવતા સામાજિક સંસ્થાએ AHTU (એડવાન્સ હ્યુમન ટ્રાફિકિંગ યુનિટ) સાથે મળીને કાર્યવાહી કરી હતી અને 3 બાળકોને મુક્ત કરાવાયા હતા.
બે વ્યવસાયી એકમો સામે કાર્યવાહી
બે વ્યવસાયી એકમો B2 કાર્ઝ વોશિંગ સેન્ટર અને જય અંબે ટાયર સર્વિસના માલિકો સામે આ મામલે ફરિયાદ કરવામાં આવી છે.













