અમદાવાદ શહેરના મણિનગર વિસ્તારમાં આવેલી કોર્પોરેશનની ઓફિસ ખાતે આજે કોંગ્રેસ કાર્યકરોએ ગટર અને પીવાના પાણીના પ્રશ્નોને લઈને ઉગ્ર વિરોધ પ્રદર્શન કર્યું હતું.
માટલા લઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો
મળતી માહિતી મુજબ વિસ્તારમાં લાંબા સમયથી ગટર વ્યવસ્થા અને પીવાના પાણીની સમસ્યાઓને લઈને સ્થાનિક લોકોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો હતો. આ મુદ્દાને લઈ કોંગ્રેસના કાર્યકરો મણિનગર AMC ઓફિસે પહોંચ્યા હતા અને માટલા લઈને અનોખી રીતે વિરોધ નોંધાવ્યો હતો. કાર્યકરોએ સરકાર અને મનપા તંત્ર સામે નારા લગાવીને તંત્રનું ધ્યાન દોરવાનો પ્રયાસ કર્યો હતો.













