જમવામાં ચિકન નો એક પિસ ઓછો મળતા પિતરાઈ ભાઈ એ ભાઈની હત્યા કરી નાખી હતી. બે દિવસ પહેલા શીલજ વિસ્તારમાં બનેલા હત્યાના બનાવ અંગે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધી આરોપી ભાઈની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.


પિતરાઈ ભાઈ વિષ્ણુ કુશવાહે છરીના ઘા મારી હત્યા નિપજાવી

અમદાવાદના બોપલમાં આવેલ શીલજ પ્રધાનમંત્રી આવાસ યોજનામાં એક જાન્યુઆરીની રાત્રે હત્યાનો બનાવ બન્યો હતો. આવાસ યોજનામાં કલરનું કામ કરતા રામુ ઉર્ફે કલ્લુ કુશવાહ ની તેના પિતરાઈ ભાઈ વિષ્ણુ કુશવાહે છરીના ઘા મારી હત્યા નિપજાવી હતી.

આરોપી વિષ્ણુ કુશવાહની ધરપકડ

જે ગુનામાં પોલીસે આરોપી વિષ્ણુ કુશવાહની ધરપકડ કરી છે. જમવામાં મૃતક રામુને ચિકન નો એક ટુકડો ઓછો મળતા આરોપી વિષ્ણુ સાથે તકરાર થઈ હતી જે તકરાર દરમિયાન આરોપી વિષ્ણુના હાથમાં રહેલી છરી વડે ઈજા પહોંચાડતા રામુ નું મોત નીપજ્યું હતું. જે અંગે બોપલ પોલીસે ફરિયાદ નોંધી આરોપીની ધરપકડ કરી વધુ કાર્યવાહી શરૂ કરી છે.

મૃતકને ફ્લેટના પાર્કિંગમાં લાવી રીક્ષા પાસે બેસાડી ફરાર થઈ ગયો

હત્યાના ગુનામાં પોલીસે આરોપી વિષ્ણુ કુશવાહ ની ધરપકડ કરી પૂછપરછ કરતા હકીકત સામે આવી કે મૃતક અને આરોપી જમવા બેઠા તે સમયે જમવાનું ઓછું મળતા બંને વચ્ચે તકરાર થઈ હતી. તકરાર બાદ વિષ્ણુએ છરી નો ઘા મારતા રામુ ને ગંભીર ઈજા પહોંચી હતી. જે બાદ આરોપી મૃતકને ફ્લેટના પાર્કિંગમાં લાવી રીક્ષા પાસે બેસાડી ફરાર થઈ ગયો હતો જે અંગે પોલીસને માહિતી મળતા પોલીસે કોન્ટ્રાક્ટર ની ફરિયાદ નોંધ આરોપી વિષ્ણુની ધરપકડ કરી છે. મહત્વનું છે કે આરોપી મધ્યપ્રદેશ મુરેના ભાગી જાય તે પહેલા જ તેની ધરપકડ કરી હત્યાના ગુનામાં વધુ કાર્યવાહી કરવામાં આવી..

પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી

હત્યાના ગુનામાં પોલીસે આરોપીની ધરપકડ કરી કાર્યવાહી શરૂ કરી છે. હત્યા પહેલા મૃતક અને આરોપીએ દારૂની પાર્ટી પણ કરી હોવાની વાત સામે આવી રહી છે. જોકે પોલીસ આ અંગે સત્તાવાર કંઈ કહેવા તૈયાર નથી જે અંગે પોલીસની તપાસ દરમિયાન શું હકીકત સામે આવે છે અને હત્યા અંગે શું નવો ખુલાસો થાય છે તે જોવું મહત્વનું છે.

  • Follow us on: