નવેમ્બર 2025માં ગુજરાત ATS દ્વારા પકડાયેલા ડો. અહેમદ સૈયદ, આઝાદ સુલેમાન અને સુહૈલ નામના 3 આતંકીઓની તપાસ હવે NIA (નેશનલ ઇન્વેસ્ટિગેશન એજન્સી) અમદાવાદ યુનિટને સોંપવામાં આવી છે. આ નિર્ણય કેન્દ્રિય ગૃહ વિભાગ દ્વારા લેવામાં આવ્યો છે, કારણ કે કેસની ગંભીરતા ને ધ્યાનમાં રાખીને વધુ વિશેષ તપાસ જરૂરી છે.


આતંકીઓ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કર્યા

આ આતંકીઓ પાસેથી રાઈઝિન ઝેર અને હથિયારો કબજે કર્યા હતા. ATSને મળેલી માહિતી પ્રમાણે આ આતંકીઓ ISKP હેન્ડલર અબુ ખદીજાના સૂચનો હેઠળ હથિયારો અને ઝેરના ઉપયોગની હેરાફેરીમાં સંડોવાયેલા હતા.

ખોરાક કે પાણીમાં ઝેર ભેળવી અનેક લોકોને નુકસાન પહોંચાડવાનો કારસો

અબુ ખદીજાના આદેશ મુજબ, આ હુમલા દ્વારા ખોરાક કે પાણીમાં ઝેર ભેળવી અનેક લોકોને નુકસાન પહોંચાડવાનો કારસો હતો. NIA અમદાવાદ યુનિટે ગુનો નોંધી આ અંગે વધુ તપાસ શરૂ કરી છે.


આ પણ વાંચો---  ACB ની કાર્યવાહી, 1 વર્ષમાં રાજ્યમાં 1.72 કરોડની રકમની લાંચ લેવાઇ, સૌથી વધુ ગૃહ વિભાગમાં 59, પંચાયતમાં 27 કેસ થયા

  • Follow us on: