અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચે એક સરાહનીય કામગીરી કરતા બિહાર રાજ્યના એક ગંભીર હત્યા કેસના ફરાર આરોપીને દબોચી લીધો છે. બિહારના ઔરંગાબાદ જિલ્લામાં દિલીપ કુમાર સિંહ નામના વ્યક્તિની નિર્દયતાપૂર્વક હત્યા કરી નાસી છૂટેલો આરોપી નજરે આલમ અત્યાર સુધી પોલીસને થાપ આપી રહ્યો હતો, પરંતુ અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની સતર્કતા સામે તેની ચાલાકી કામ આવી નથી.


ઘટનાની વિગત

બિહારના ઔરંગાબાદના બારૂન પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ ભયાનક હત્યાકાંડ સર્જાયો હતો. આરોપી નજરે આલમે દિલીપ કુમાર સિંહનું ગળું કાપીને અત્યંત નિર્દયી રીતે હત્યા કરી હતી. આ ઘટના બાદ તે પોલીસ પકડથી બચવા માટે અમદાવાદ આવી છુપાયો હતો. બિહાર પોલીસે તેને વોન્ટેડ જાહેર કર્યો હતો અને તેની શોધખોળ હાથ ધરી હતી.

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની કાર્યવાહી

અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચની ટીમે ટેકનિકલ સર્વેલન્સ અને હ્યુમન ઈન્ટેલિજન્સના સચોટ નેટવર્ક દ્વારા આરોપીનું લોકેશન ટ્રેસ કર્યું હતું. ચોક્કસ બાતમીના આધારે ક્રાઈમ બ્રાન્ચે વોચ ગોઠવીને નજરે આલમને અમદાવાદમાંથી ઝડપી પાડ્યો હતો. ધરપકડ બાદ આરોપીએ ગુનાની કબૂલાત કરી હોવાનું જાણવા મળ્યું છે. હાલ અમદાવાદ પોલીસ દ્વારા આરોપીને બિહાર પોલીસને સોંપવાની કાયદેસરની કાર્યવાહી તેજ કરવામાં આવી છે.


આ પણ વાંચો----     Local body election 2026 : DGPનો એક્શન પ્લાન જાહેર, 60 હજારથી વધુ જવાનો તૈનાત અને 1251 બૂથ અતિસંવેદનશીલ

  • Follow us on: