અમદાવાદમાં ચોંકાવનારો બનાવ બન્યો છે જેમાં પત્ની સાથે અણબનાવ થતા બનેવી એ સાળાને માર મારવાની સોપારી આપી હતી. હાથપગ તોડવાની 20 હજાર ની સોપારી મળ્યા બાદ ત્રણ યુવકોએ ભેગા મળી યુવક ને માર માર્યો. જો કે પોલીસ ફરિયાદ દાખલ થતાં પોલીસે પેસેન્જર બની રીક્ષા ભાડે કરી ચાર આરોપીઓને ઝડપી લીધા છે...
એક યુવક ને એક અઠવાડિયા પહેલા માર મારવાનો બનાવ બન્યો
શહેરના વાડજ વિસ્તાર માં આવેલ શ્રીનાથ એપાર્ટમેન્ટ પાસે એક યુવક ને એક અઠવાડિયા પહેલા માર મારવાનો બનાવ બન્યો હતો. ઘટના ની ગંભીરતા ને ધ્યાન માં રાખી વાડજ પોલીસ એ બે ટીમો બનાવી આરોપીઓને પકડવા માટેની તજવીજ શરૂ કરી.
જીગરે સચિન ને તેના સાળા ને માર મારવા માટે રૂપિયા 20 હજાર માં સોપારી આપી
જેમાં સફળતા મળતા પોલીસે જીગર દેસાઈ, સચિન પટણી, શ્યામજી પટણી, અને આકાશ પટણી નામના ચાર આરોપી ઓને ઝડપી લીધા છે. આરોપીઓની પૂછપરછ માં સામે આવ્યું છે કે આરોપી જીગરે સચિન ને તેના સાળા ને માર મારવા માટે રૂપિયા 20 હજાર માં સોપારી આપી હતી. સચિન એ તેના મિત્ર શ્યામજી અને આકાશ ને રૂપિયા 900 લેખે આપ્યા હતા અને તે બાદ સચીન પટણી, શ્યામજી પટણી અને આકાશ પટણી એ ભેગા મળી હુમલા ને અંજામ આપ્યો હતો..
યુવક અમિત પરમાર ની બહેન રંજનના આઠેક મહિના પહેલા જીગર દેસાઈ સાથે લગ્ન થયા
પોલીસ તપાસ માં સામે આવ્યું છે કે ફરિયાદી યુવક અમિત પરમાર ની બહેન રંજનના આઠેક મહિના પહેલા જીગર દેસાઈ સાથે લગ્ન થયા હતા. જો કે પાંચેક દિવસ સુધી સાસરી માં રહ્યા બાદ જીગર સાથે અણબનાવ થતા તે પરત પિયર આવી ગઈ હતી. ત્યારથી ઈજાગ્રસ્ત યુવક અમીત છૂટાછેડા માટે જીગર પર દબાણ કરાવી રહ્યો હતો. જેથી જીગર સાથે છૂટાછેડા ને લઈને બન્ને વચ્ચે ઝઘડા ચાલતા હતા. જે ઝઘડા જિગર દેસાઈ એ તેના સાળા ને સબક શીખવાડવાનું નક્કી કર્યું હતું.. હુમલા માટે જીગરે રેકી કરી સચીનને પટણી ને 20હજાર આપી હુમલો કરાવ્યો હતો.
પેસેન્જર બની મીઠાખળી સુધી રીક્ષા ભાડે કરી હતી
આરોપી ઓને પકડવા માટે વાડજ પોલીસ એ બે ટીમો બનાવી હતી. અને લગભગ 200 જેટલા સીસીટીવી ફૂટેજ તપસ્યા હતા. અંતે રીક્ષા ની ઓળખ થતા પોલીસ એ ઓઢવ વિસ્તાર માંથી પેસેન્જર બની મીઠાખળી સુધી રીક્ષા ભાડે કરી હતી. અને એક પછી એક એમ ચારેય આરોપી ઓને ઝડપી લીધા છે...હાલ માં વાડજ પોલીસ એ આરોપી ઓને ઝડપી સમગ્ર મામલે વધુ પૂછપરછ શરૂ કરી છે..
આ પણ વાંચો---- Surat: ફેમિલી કોર્ટે 7 વર્ષની દીકરીને દીક્ષા મામલે આપ્યો ચૂકાદો