શેરબજારમાં રોકાણના નામે ઠગાઈના અનેક કેસો સામે આવી રહ્યાં છે. ત્યારે EDની અમદાવાદ ઝોનની ઓફિસે કરોડો રૂપિયાનું સોનું અને ચાંદી સહિત રોકડ રકમને જપ્ત કરવામાં સફળતા મળી છે. આ કેસના મુખ્ય સુત્રધાર હિંમાંશુ ભાવસાર અને તેના સાથીદારોએ ઉત્તર ગુજરાતમાં અનેક ઓફિસો ખોલી હતી. ત્યાં લોકોને શેરબજારમાં ઊંચું વળતર આપવાની લાલચે રોકાણ કરાવ્યું હતું.
શેરબજારમાં રોકાણના નામે ફ્રોડમાં EDની કાર્યવાહી
આ કૌભાંડમાં EDની અમદાવાદ ઓફિસે કાર્યવાહી હાથ ધરી છે. EDની ટીમે 110 કિલો ચાંદી, અને 1.296 કિલો સોનું જપ્ત કર્યું છે. આ ઉપરાંત 39.7 કિલો જ્વેલરી સહિત 4.5 કરોડની કિંમતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. આ કૌભાંડનો મુખ્ય સુત્રધાર હિંમાંશું ઉર્ફે પિન્ટુ ભાવસાર સામે PMLA હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે. આરોપી પર 6થી વધુ ફરિયાદ દાખલ કરાઈ છે. આ કેસમાં કૂલ ફ્રોડની કિંમત 10.87 કરોડ હોવાનું જાણવા મળ્યું છે. આરોપીએ SEBI નોંધણી વગર રોકાણ ફર્મ ખોલી રોકાણ કરાવ્યું હોવાનું પણ સામે આવ્યું છે. આરોપી સામે ખેરાલુ પોલીસમાં પણ ફરિયાદ નોંધાઈ છે.













