અમદાવાદ ગાંધીનગર હાઇવે પર અડાલજ કેનાલની પાસે એક કારમાં લાગેલી ભીષણ આગને કારણે લગ્નની તૈયારીઓ માટે નીકળેલા પરિવારે ખરીદેલો બધો જ સામાન બળીને ખાખ થઇ ગયો હતો. કારમાં રાખેલા ૫ લાખ રૂપિયા રોકડા, લગ્ન માટે ખરીદેલા નવા કપડાં અને મોંઘી સાડીઓ બળીને ખાખ થઈ ગયા હતા.


અડાલજ કેનાલ પાસે ગાડીમાં લાગી ભીષણ આગ

મળતી માહિતી પ્રમાણે પરિવારના બે સભ્યો લગ્ન પ્રસંગ માટેની ખરીદી કરવા માટે કાર લઇને નીકળ્યા હતા.જ્યારે તેમની કાર અડાલજ કેનાલ પાસેથી પસાર થઇ રહી હતી. તે સમયે અચાનક જ બોનેટમાંથી ધુમાડા નીકળવા લાગ્યા હતા. કારમાં સવાર બંને વ્યક્તિઓએ ગણતરીની સેકન્ડોમાં જ સમય સૂચકતા વાપરીને કારમાંથી નીચે ઉતરી ગયા જેના કારણે મોટી જાનહાનિ ટળી હતી. જેવી આગળ આગ લાગી કે જોતજોતામાં આગે એટલું રૌદ્ર સ્વરૂપ ધારણ કર્યુ કે આખે આખી કાર આગની લપેટમાં આવીને બળીને ખાખ થઇ ગઇ હતી.

 જમા પૂંજી પણ ગાડી સાથે બળીને ખાખ થઇ

આગ એટલી ભયાનક હતી કે તે માત્ર ગાડી જ નહીં પરંતુ જમા પૂંજી પણ તેમાં હોમાઇ ગઇ. ખરીદી કરવા નીકળેલા પરિવારના 5 લાખ રોકડ રૂપિયા અને નવા ખરીદેલા કપડાં, મોંઘી સાડીઓ પણ બળીને સ્વાહા થઇ ગઇ. પરિવારને માથે જાણે આભ તૂટ્યુ હોય તેવો માહોલ પણ સર્જાયો હતો.કારણ કે પ્રસંગની તૈયારી માટે રાખેલી તમામ સામગ્રી અને રોકડ રૂપિયા સેકન્ડોમાં રાખમાં ફેરવાઇ ગયા.આગની ઘટના બાદ તરત જ ફાયર બ્રિગેડની ટીમે આગ પર કાબૂ મેળવ્યો હતો. આગ લાગવાનું કારણ કારમાં શોર્ટ સર્કિટ બતાવવામાં આવી રહ્યુ છે. 

આ પણ વાંચોઃ Gandhinagar: ડિસેમ્બર 2025માં રાજ્યની GSTની આવકમાં 12.37 ટકાનો વધારો


  • Follow us on: