અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની આર્થિક ગુના નિવારણ શાખા એ કરોડો રૂપિયાની ઉચાપત કરનાર શાતિર LIC એજન્ટ મિહિર પરીખની ધરપકડ કરી છે. વર્ષ 2005 થી LIC એજન્ટ તરીકે કાર્યરત મિહિરે વિશ્વાસઘાતની પરાકાષ્ઠા વટાવતા પોતાના સગા કાકી સાસુને જ નિશાન બનાવ્યા હતા. LIC પોલિસીમાં રોકાણ કરાવવાના બહાને તેણે કાકી સાસુ પાસેથી ટુકડે-ટુકડે ₹26 કરોડ પડાવી લીધા હતા.
બનાવટી રસીદો આપી આચર્યું કૌભાંડ
આરોપી મિહિર પરીખે કાકી સાસુનો વિશ્વાસ કેળવવા માટે LIC ની નકલી અને બનાવટી રસીદો પણ આપી હતી. જોકે, 5 વર્ષ બાદ જ્યારે પરિવારે પોતાના નાણાં પરત માંગ્યા ત્યારે મિહિરે ગલ્લા-તલ્લા શરૂ કર્યા હતા. શંકા જતા પરિવારે LIC ની ઓફિસે તપાસ કરી તો ખબર પડી કે આવી કોઈ પોલિસી અસ્તિત્વમાં જ નથી. કૌભાંડનો ભાંડો ફૂટતા મામલો પોલીસ સ્ટેશને પહોંચ્યો હતો.













