ગુજરાત હાઈકોર્ટે ગાંધીનગરની 16 વર્ષની સગીરાને ગર્ભપાત કરાવા માટે મંજૂરી આપી છે. આ કેસમાં ગર્ભ 16 સપ્તાહનો હતો અને સગીરાને દુષ્કર્મ પીડિતાના હકમાં રાહત આપવામાં આવી છે. હાઈકોર્ટ દ્વારા આ નિર્ણય યુવતીના હિતને ધ્યાનમાં રાખીને લેવામાં આવ્યો છે.
સિનિયર ડોક્ટરોની પેનલ દેખરેખ રાખશે
સૂત્રો મુજબ, ગર્ભપાત પ્રક્રિયામાં સિનિયર ડોક્ટરોની પેનલ દેખરેખ રાખશે, જેથી સારવાર સુરક્ષિત અને કાયદેસરની પદ્ધતિ મુજબ થાય.













