અમદાવાદ શહેરમાં મહિલાઓ અને બાળાઓની સુરક્ષા સામે સવાલ ઉભા કરતી વધુ એક ઘટના સામે આવી છે. અમદાવાદના ખોખરા વિસ્તારમાં કચરો નાખવા ગયેલી એક સગીરાની છેડતી કરવામાં આવી હોવાની ફરિયાદ નોંધાઈ છે. આ મામલે ખોખરા પોલીસે ત્વરિત કાર્યવાહી કરતા આરોપી વિરુદ્ધ પોક્સો સહિતની કલમો હેઠળ ગુનો દાખલ કર્યો છે.


બૂમો પાડતા આપી જાનથી મારી નાખવાની ધમકી

મળતી માહિતી મુજબ, ભોગ બનનાર સગીરા જ્યારે ઘરની બહાર કચરો ફેંકવા માટે ગઈ હતી, ત્યારે વિશાલ પવાર નામના યુવકે તેને રસ્તામાં આંતરી હતી અને તેની સાથે અડપલાં કરી છેડતી કરી હતી. સગીરા ગભરાઈ ગઈ હતી અને તેણે સ્વબચાવમાં બૂમો પાડવાનું શરૂ કર્યું હતું. સગીરાએ પ્રતિકાર કરતા આરોપી વિશાલ ઉશ્કેરાઈ ગયો હતો અને તેણે સગીરાને તેમજ તેના ભાઈને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.

ખોખરા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ

આ ઘટના બાદ સગીરાએ હિંમત દાખવી પરિવારને જાણ કરી હતી. પરિવારે તાત્કાલિક ખોખરા પોલીસ સ્ટેશનનો સંપર્ક સાધ્યો હતો. પોલીસે વિશાલ પવાર નામના શખ્સ સામે છેડતી અને સગીર વયની બાળકી હોવાથી પોક્સો એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે. 


આ પણ વાંચો---     Ahmedabad : મણિનગરમાં પાડોશી મહિલા બની દેવદૂત, 48 કલાકથી ડિજિટલ એરેસ્ટ વૃદ્ધના 23 લાખ સાયબર ઠગોથી બચાવ્યા!

  • Follow us on: