ગાંધીનગરમાં ટાઈફોઈડના કેસ સામે આવ્યા બાદ અમદાવાદ મનપા હરકતમાં આવી છે. રોગચાળાને વકરતો અટકાવવા માટે અમદાવાદ મનપા દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે. શહેરમાં મીનરલ વોટર જગ સપ્લાયર સામે કાર્યવાહી કરવામાં આવી છે. ક્લોરિનયુક્ત પાણી નહીં વેચતા વિતરકો સામે કાર્યવાહી કરવામાં આવી છે. મનપાની કાર્યવાહીથી મીનરલ વોટર વેચનારાઓમાં ફફડાટ ફેલાયો હતો.


અમદાવાદમાં વોટર જગ સપ્લાયર સામે કાર્યવાહી

અમદાવાદ મનપા દ્વારા રોગચાળાને અટકાવવા માટે કાર્યવાહી કરવામાં આવી છે. અમદાવાદ શહેરમાં મીનરલ વોટર જગ વેચતા વિતરકો ક્લોરિનયુક્ત પાણી નહીં વેચતા 194 વોટર જગ સપ્લાયર સામે તપાસ કરાઈ છે. AMCની ટીમને તપાસમાં 20 સ્થળો પર ક્લોરિનની કોઈ વ્યવસ્થા મળી નહોતી. આ 20 પૈકીના 13 એકમોને મહાનગર પાલિકાની તપાસ ટીમે સીલ મારી દીધું હતું. સાત એકમોમાં ક્લોરિન ડક ફીટ કરવામાં આવ્યા છે. આગામી દિવસોમાં વોટર જગ સપ્લાયર એકમો પર ચેકીંગ કરવામાં આવશે.


આ પણ વાંચોઃ Ahmedabad News : રોડ અને ટ્રાફિક મુદ્દે હાઈકોર્ટે સરકારની ઝાટકણી કાઢી, તમારી પાસે કોઈ એક્શન પ્લાન કે પોલિસી નથી


  • Follow us on: