અમદાવાદમાં બેદરકારી પૂર્વક વાહન ચલાવવાને કારણે અકસ્માતોની સંખ્યા સતત વધી રહી છે. આવામાં વધુ એક અકસ્માત સર્જાતા ખળભળાટ મચી જવા પામ્યો છે. અમદાવાદ શહેરમાં એક કારચાલકે બે પરીક્ષાર્થીઓને ટક્કર મારતા અકસ્માત સર્જાયો હતો. આ અકસ્માતમાં બે પરીક્ષાર્થી ઘાયલ થયા છે. તેમને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. હાલ તેમની હાલત સ્થિર છે. આ અકસ્માત રસ્તો ક્રોસ કરતા સમય સર્જાયો હતો. આ મામલે એચ ડિવિઝન ટ્રાફિક પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી રહી છે.


પોલીસે કારચાલકને ઝડપી લીધો 

ઘટનાની મળતી માહિતી અનુસાર, અમદાવાદ શહેરમાં આવેલા અજીતમીલ ચાર રસ્તા નજીક એક કારચાલકે બે પરીક્ષાર્થીને ટક્કર મારી હતી. આ પરીક્ષાર્થીઓ ટેટની પરીક્ષા આપવા જઈ રહ્યા હતા, જે દરમિયાન તેમને અકસ્માત નડ્યો હતો. અજીતમીલ ચાર રસ્તા નજીક અકસ્માત સર્જાતા લોકોનું ટોળું એકઠું થઈ ગયું હતું. આ પરીક્ષાર્થીઓ હિંમતનગરથી પરીક્ષા આપવા આવ્યા હતા. પોલીસે કારચાલકને ઝડપી લીધો છે. હાલ પોલીસ આગળની કાર્યવાહી હાથ કરી રહી છે.


આ પણ વાંચો - Ahmedabad News : અમદાવાદના ગોમતીપુરમાં અસામાજિક તત્વો બન્યા છાટકા, ઘર બહાર પાર્ક કરેલ વાહનોમાં તોડફોડ કરી


  • Follow us on: