અમદાવાદના રિજનલ ટ્રાન્સપોર્ટ ઓફિસ સર્કલ (RTO સર્કલ) પાસે શરમજનક ઘટના સામે આવી છે, જ્યાં બે યુવકો વચ્ચે થયેલી ઉગ્ર મારામારીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. આ ઘટના ત્યારે બની ત્યારે નજીકમાં પોલીસ કર્મચારીઓ પણ હાજર હતા.


ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ

પ્રાથમિક માહિતી અનુસાર, મારામારી કરનાર બંને યુવકો નશાની હાલતમાં હોવાનું સામે આવ્યું છે. જાહેર રસ્તા પર પોલીસની હાજરીમાં જ આ યુવકોએ એકબીજા પર હુમલો કરવાનું શરૂ કરી દીધું હતું, જેના કારણે તાત્કાલિક લોકોનાં ટોળાં એકઠા થઈ ગયા હતા અને ટ્રાફિક જામની સ્થિતિ સર્જાઈ હતી.

અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું

માત્ર મારામારી જ નહીં, પણ ગુસ્સામાં આવેલા આ યુવકોએ આસપાસ ઊભેલા અન્ય વાહનોને પણ નુકસાન પહોંચાડ્યું હતું. આ ઘટનાનો વીડિયો વાયરલ થતાં સમગ્ર મામલો ચર્ચાનું કેન્દ્ર બન્યો છે. સ્થળ પર હાજર પોલીસે તાત્કાલિક કાર્યવાહી કરીને બંને યુવકોની અટકાયત કરી હતી. પોલીસે તેમની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરીને જાહેર શાંતિનો ભંગ અને નશાની હાલતમાં ગેરવર્તણૂક સહિતની જોગવાઈઓ હેઠળ ગુનો દાખલ કર્યો છે.


આ પણ વાંચો - Ahmedabad News: અમદાવાદના રિવરફ્રન્ટમાં ગેરકાયદે માછીમારી, બે ઝડપાયા


  • Follow us on: