ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી અને ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન સંઘર્ષની ગાથાને વર્ણવતા પુસ્તક "ચુનૌતીયા મુજે પસંદ હૈ" નું કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહના હસ્તે વિમોચન કરવામાં આવ્યું હતું. આ પ્રસંગે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી સહિતના અગ્રણી નેતાઓ હાજર રહ્યા હતા. આ પ્રસંગે આનંદીબેન પટેલે નિવેદન આપતા કહ્યું હતું કે, શિક્ષણ ખૂબ જ મોટું કામ છે.


રમેશ ઓઝા કથાકારની સાથે ઉત્તમ શિક્ષક છે

ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલે કહ્યું હતું કે, રમેશ ઓઝા કથાકારની સાથે ઉત્તમ શિક્ષક છે. શિક્ષણનું કામ ખૂબ મોટું છે. આજે કોઈ પણ શિક્ષક આદિવાસી વિસ્તારમાં રહેવા તૈયાર નથી. રમેશ ઓઝાને આ કામ સોંપ્યું અને અનેક બાળકો ભણ્યા છે. હું રમેશ ઓઝા પાસેથી જ કામ કરવાનું શીખી છું. આપણાં ગૃહમંત્રી અમિત ભાઈ ચાણક્ય છે. કોને આગળ લઈ જવા અને કોને પાડવા તેમને આવડે છે. જ્યારે હું શિક્ષક છું મને તે ના આવડે. કડી યુનિવર્સિટીની જવાબદારી માણેકલાલને સોંપી હતી. જેથી મનુભાઈ અને વલ્લભભાઈ જેવા ટ્રસ્ટીઓ હોવા જરૂરી છે.

અત્યાર સુધીમાં ચાર લાખ દર્દીઓને ટીબી મુક્ત કર્યા

રાજ્યપાલની ઓળખ એવી છે કે કામ જ નહીં કરવાનું. હું નરેન્દ્રભાઈને મળવા ગઈ હતી. તેમણે મને કહ્યું મારા વિસ્તારમાં આંગણવાડી બનાવવાનું કામ કરો. સાહેબનું સપનું મેં સ્વીકાર્યું. યુનિવર્સિટી જોડીને આગળ લાવી. અત્યાર સુધીમાં ચાર લાખ દર્દીઓને ટીબી મુક્ત કર્યા છે અને સરકારનો એકપણ રૂપિયો ખર્ચ નથી થવા દીધો. ઉત્તર પ્રદેશમાં બેંકો યુનિવર્સિટીઓ અને જનતાના સહયોગથી એક કીટ 50 હજાર આંગણવાડીને પહોંચાડી છે. 150 કરોડ રૂપિયા મેં પબ્લિક મની માંથી એકત્ર કર્યા હતાં.


આ પણ વાંચોઃ Ahmedabad: ઉત્તર પ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના જીવન પર આધારિત પુસ્તકનું વિમોચન, અમિત શાહે સંઘર્ષની ગાથાને બિરદાવી


  • Follow us on: