અમદાવાદમાં ઠંડીની સિઝન શરૂ થઈ ગઈ હોવા છતાં રોગચાળાના કેસોમાં નોંધપાત્ર વધારો થયો છે. ચાલુ નવેમ્બર માસમાં જ વિવિધ રોગોના અનેક કેસો નોંધાયા છે જે ચિંતાનો વિષય છે. AMCના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. ભાવિન સોલંકીના જણાવ્યા મુજબ નોંધાયેલા કેસ આ મુજબ છે: મેલેરિયાના 103 કેસ, ટાઇફોઇડના 164 કેસ, કમળાના 99 કેસ, ડેન્ગ્યુના 62 કેસ, ઝાડા-ઉલ્ટીના 210 કેસ. આંકડાઓ દર્શાવે છે કે પાણીજન્ય અને મચ્છરજન્ય રોગોનું પ્રમાણ હજુ પણ ઊંચું છે.


બેક્ટેરિયલ તપાસ માટેના 25 નમૂના ફેઈલ

રોગચાળાની સાથે જ પાણીની ગુણવત્તા પર પણ સવાલ ઉઠ્યા છે. ચાલુ માસમાં ક્લોરિનની તપાસ માટે પાણીના 35,546 નમૂના લેવાયા હતા જે પૈકી 15 નમૂના ફેઇલ થયા હતા. બેક્ટેરિયલ તપાસ માટે લેવાયેલા 5,119 નમૂનાઓમાંથી 25 નમૂના ફેઇલ થયા છે. પાણીના નમૂના ફેઈલ થતાં લોકોમાં સ્વચ્છ પાણીના ઉપયોગ અંગે જાગૃતિ લાવવાની જરૂરિયાત વધી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: