અમદાવાદ શહેરમાં થોડા દિવસ પહેલા નમકીન બનાવતી ફેક્ટરીમાં લાગેલી આગની ઘટનામાં ગંભીર રીતે દાઝી ગયેલા ચાર લોકોના સારવાર દરમિયાન મોત થતાં શોકનો માહોલ છવાયો છે. આ ઘટનાને લઈને માધુપુરે પોલીસે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
નમકીન બનાવતી એક ફેક્ટરીમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી
મળતી માહિતી મુજબ અમદાવાદમાં આવેલી નમકીન બનાવતી એક ફેક્ટરીમાં રાત્રિના સમયે અચાનક આગ લાગી હતી. આગ એટલી ભયંકર હતી કે ફેક્ટરીમાં કામ કરતા કેટલાક લોકો ગંભીર રીતે દાઝી ગયા હતા. ઘટના બાદ તેમને તાત્કાલિક હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.













