અમદાવાદ મહાનગર પાલિકા દ્વારા ટેન્ડર પ્રક્રિયામાં ઘોર બેદરકારી કરવામાં આવી હોવાનો આક્ષેપ કરાયો છે. ડિસક્વોલિફાય થયેલી એજન્સીને ફરી ટેન્ડર આપવામાં આવ્યું છે. સ્કાય વે ઈન્ફ્રાને ટેન્ડર અપાતા વિવાદ સર્જાયો છે. કન્સલ્ટન્ટે ડિસ્ક્વોલિફાય એજન્સીનું ટેન્ડર ખોલી દીધું હતું. જેથી કન્સલ્ટન્ટને બેદરકારી બદલ પાંચ લાખનો દંડ કરવામાં આવ્યો હતો. કન્સલ્ટન્ટની બેદરકારીને કારણે ટેન્ડર પ્રક્રિયામાં વિલંબ થશે.
રાસ્કા 100 MLD વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બેદરકારી
અમદાવાદ મહાનગર પાલિકાના વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટની કામગીરી માટે તંત્રની લાલિયાવાડી સામે આવી છે. રાસ્કા 100 એમએલડી વોટર ટ્રીટમેન્ટ પ્લાન્ટમાં બેદરકારી દાખવવામાં આવી છે. પ્રોજેક્ટ કન્સલ્ટન્ટની મોટી બેદરકારી સામે આવી છે. ટેન્ડર પ્રક્રિયામાં જ ડિસક્વોલિફાય થયેલી કંપનીને જ ક્વોલિફાય કરી દેવામાં આવતા વિવાદ સર્જાયો છે. સ્કાય વે ઈન્ફ્રાને ક્વોલિફાય કરી દેતા વિવાદ સર્જાયો છે. કન્સલ્ટન્ટ મલ્ટી મીડિયા કંપનીને AMC 5 લાખની પેનલ્ટી આપશે.સ્કાય વે ઇન્ફ્રા સી જી રોડ પર રોડ નાનો કરવાના વિવાદમાં સપડાયું હતું.













