અમદાવાદમાં આગામી માર્ચ મહિનામાં ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણી પહેલા જ મતદાન મથકને લઈને વકીલોમાં રોષ ફેલાયો છે. પાંચ હજાર જેટલા વકીલોએ સહીઓ કરીને આવેદન આપ્યું હોવા છતાં કોઈ પગલાં લેવામાં આવ્યા નહીં હોવાનું વકીલ સુત્રો તરફથી જાણવા મળ્યું છે.


ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે

અમદાવાદમાં આગામી 6 માર્ચ 2026ના રોજ ગુજરાત બાર કાઉન્સિલની ચૂંટણી યોજાવાની છે. આ ચૂંટણીમાં હાઈકોર્ટ સિવાયના વકીલો માટે મતદાન માટેનું સ્થળ યુનિવર્સિટી કેમ્પસમાં રાખવામાં આવ્યું છે. જે અંગે તમામ વકીલોએ મતદાન મથક બદલવા માટે વિનંતી કરી હતી. આ ઉપરાંત આશરે પાંચ હજાર જેટલા વકીલો દ્વારા સહીઓ કરીને એક આવેદન પત્ર આપવા છતાં ચૂંટણી કમિશનર દ્વારા આ મતદાન મથક બદલવા અંગે આનાકાની કરવામાં આવી હોવાનું વકીલોએ જણાવ્યું હતું.

મતદાન મથક બદલવાની ના પાડી

વકીલોએ એવો આક્ષેપ કર્યો હતો કે, ચૂંટણી કમિશનર કોઈ નિશ્ચિત ઉમેદવારોને મદદ કરવાના આશયથી તેમજ અમદાવાદમાં મતદાન ઓછું થાય તે માટે મતદાન મથક બદલવાની ના પાડી રહ્યાં છે. આ અંગે આજે અમદાવાદ સિવિલ એન્ડ સેશન્સ કોર્ટ, ફેમિલી કોર્ટ, મેટ્રો કોર્ટ અને ડિસ્ટ્રીક્ટ કોર્ટના બાર એસોસિએશન દ્વારા લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી. તે છતાંય કોઈ નિર્ણય નહીં લેવાયો હોવાનું વકીલો દ્વારા જાણવા મળ્યું હતું.


આ પણ વાંચોઃ Gandhinagar News: બજેટમાં માવઠાની સહાયની રકમ નથી ફાળવાતી છતાંય સરકાર આપે છે : પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરા


  • Follow us on: