ગુજરાત વિધાનસભાના સત્રમાં ચાલી રહેલા પ્રશ્નોત્તરી કાળ દરમિયાન ગૃહના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ પોઈન્ટ ઓફ ઓર્ડર ઉઠાવ્યો હતો. તેમણે રાજ્યમાં થયેલા માવઠાને લઈને રાજય સરકાર દ્વારા ચૂકવવામાં આવતી સહાયનો મુદ્દો ઉઠાવ્યો હતો. બજેટ અને માવઠાની રકમ અંગે તેમણે ગૃહમાં વિપક્ષના ધારાસભ્યોને ટકોર કરી હતી.


રમણલાલ વોરાએ ગૃહમા પૂરક માંગણી મુદ્દે નિવેદન આપ્યું

ગુજરાત વિધાનસભાના પૂર્વ અધ્યક્ષ રમણલાલ વોરાએ ગૃહમા પૂરક માંગણી મુદ્દે નિવેદન આપ્યું હતું. તેમણે કહ્યું હતું કે, બજેટમાં માવઠાની સહાયની રકમ ફાળવવામાં આવતી નથી. બજેટમાં માવઠાની કોઈ રકમ હોતી નથી પણ સરકાર પાક નુકસાનની સહાય આપે છે. સહાય આપવા છતાંય સરકારની પીઠ પાછળ ટીકાઓ કરવી યોગ્ય નથી. સરકારમાં દેવુ કરવાની તાકાત છે. આવતીકાલે સરકાર રાજ્યનું તમામ દેવુ ભરપાઈ કરી શકે એમ છે. જેની ભરવાની તાકાત હોય તે જ દેવું કરી શકે.


આ પણ વાંચોઃ Cabinet Decision: કેરલનું નામ બદલીને કેરલમ.. કેબિનેટમાં મળી મંજૂરી


  • Follow us on: