ગાંધીનગરમાં ભૂમાફિયાઓ બેફામ બન્યા છે. ગઇ 2 ફેબ્રુઆરીના રોજ ભૂમાફિયાઓએ ખાણ-ખનીજ વિભાગની એક ટીમ પર ફરજ દરમ્યાન હુમલો કર્યો હતો. આ ચોંકાવનારા બનાવમાં ભૂમાફિયાઓએ 21.5 કિમી સુધી અધિકારીની કારનો પીછો કર્યો હતો. આ બનાવમાં સંડોવાયેલા નામચીન ભૂમાફિયા દિગ્વિજયસિંહ ચાવડા પોલીસના હાથે ઝડપાઇ ગયો છે.


 ખાણ ખનિજ ટીમની કારનો 21.5 કિમી સુધી પીછો કર્યો

આ ઘટનામાં ગત 2 ફેબ્રુઆરીના રોજ માણસાના પુંદ્રા ગામ પાસે તપાસ કરીને પરત ફરી રહેલી ખાણ-ખનીજ વિભાગની ટીમ પર હિંસક હુમલો કરવાની કોશિશ થઈ હતી. કાળા કાચ સાથે અને કોઈ નંબર પલેટ વગરની 4 કારમાં રહેલા ભૂમાફિયાઓએ ખાણ ખનિજ ટીમની કારનો 21.5 કિમી સુધી પીછો કર્યો હતો

માફિયાઓએ અધિકારીની કારને રીતસર ઘેરી લીધી

આ ભૂમાફિયાઓએ અધિકારીની કારને રીતસર ઘેરી લીધી હતી અને ફિલ્મી સ્ટાઇલથી હુમલો કર્યો હતો. મહિલા અધિકારીએ હુમલાનો વીડિયો બનાવ્યો હતો અને તત્કાળ 112 હેલ્પલાઇન પર તાત્કાલિક મદદ માટે કોલ કર્યો હતો

ભૂમાફિયા દિગ્વિજયસિંહ ચાવડાની ધરપકડ

માણસા પોલીસે ભૂમાફિયાઓ સામે ગુનો નોંધ્યો છે. વધુ તપાસ બાદ, વરસોડા ગામના ભૂમાફિયા દિગ્વિજયસિંહ ચાવડાની ધરપકડ કરવામાં આવી છે. અન્ય આરોપીઓની શોધખોળ હજુ ચાલુ છે.


આ પણ વાંચો----     Gujarat Latest News Live : હવામાન વિભાગનું વેધર બુલેટિન જાહેર, 8 થી 11 વાગ્યા સુધી માવઠાની આગાહી

  • Follow us on: