અમદાવાદમાં ફરી ગાંજાનો મોટા પ્રમાણમાં જથ્થો ઝડપાયો છે, 10 કિલો ગાંજા સાથે એક શખ્સની અટકાયત કરવામાં આવી છે. મેઘાણીનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં વી.વી.તોમર સ્કુલ આગળ લીમડા બસ સ્ટેન્ડ પાસે ભાર્ગવ રોડ ખાતે વાહન ચેકીંગમાં સ્ટાફ હાજર હતો તે દરમિયાન આરોપી નંબર-1 તથા 2 પાસેથી વગર પાસ-પરમીટનો ગેરકાયદેસરનો ગાંજાનો જથ્થો 10 કિલો 250 ગ્રામ જેની કિંમત.રૂ.5,12,500 થાય છે.
આરોપીન નામ સરનામું
01-ઇન્દ્રવદન સ/ઓ બળદેવભાઇ જીવાજી જાતે બારોટ ઉ.વ-૪૪ ધંધો ખેતીકામ રહે.- ગામ બોરીસણા બારોટવાસ તાલુકો કડી જીલ્લો મહેસાણા
02- ઉર્મિલાબેન ડો/ઓ જસવંતભાઇ છગનભાઇ પરમાર ઉ.વ-૪૮ ધંધો ઘરકામ રહેવાસી મ.નં-૬૩/૧૪૯૪, ગુજરાત હાઉસિંગ બોર્ડના મકાનમાં એ.જી. કવાટર્સ બાજુમાં મેઘાણીનગર અમદાવાદ શહેર તથા મુળ વતન ગામ કણજરી પરમાર વાસ તાલુકો કડી જીલ્લો મહેસાણા
03-નહી મળી આવેલ આરોપી અનીતા ઉર્ફે કાળી સુરજભાઈ રહે, માચીસ ગલી ચાલીસ મકાન છારાનગર અમદાવાદ
આરોપી પાસેથી કબ્જે કરેલ મુદ્દામાલ:-
ત્રણ થેલાઓમાંથી ખાખી કલરની બી.ઓ.પી.પી ટેપથી બંધ પાર્સલ નંગ-5 માં ભરેલ ગાંજોનો જથ્થો ગાંજાનું નેટ વજન 10 કિલો 250 ગ્રામ જેની કિ.રૂ.5.15.500ગણાય બે નગ મોબાઇલ ફોન જેની કિંમત 20 હજાર થાય છે, પોલીસે એનડીપીએસનો ગુનો નોંધ્યો છે, તપાસ શરૂ કરી છે.
આ પણ વાંચો : Chhota Udepur News : છોટા ઉદેપુરની શાળામાં 18 જેટલા બાળકોને ફૂડ પોઈઝનિંગની અસર, બાળકોને અપાયેલા ખોરાકના નમૂના લેવામાં આવ્યા