ગુજરાત સરકારે રજૂ કરેલા 2026-27ના બજેટમાં સ્પોર્ટ્સને પ્રાધાન્ય આપ્યું છે. અમદાવાદમાં આગામી 2030માં કોમનવેલ્થ ગેમ્સ માટેની યજમાની થવાની છે. ત્યારે શહેરમાં કોમનવેલ્થ સમિટ યોજવામાં આવી હતી. આ સમિટને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કમિશ્રરે કહ્યું હતું કે, આ સમિટમાં 70થી વધુ દેશો જોડાયા હતાં. આ દેશો સાથે ભાગીદારી થશે. ટ્રેડ, ઇન્વેસ્ટમેન્ટ અને સિટી ટુ સિટી કોલોબરેશન થઈ શકે છે.


કોમનવેલ્થ સમિટમાં 70થી વધુ દેશો જોડાયા

કોમનવેલ્થ સમિટને લઈને અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના કમિશ્નરે કહ્યું હતું કે, કોમનવેલ્થ સમિટમાં 70થી વધુ દેશો જોડાયા હતાં. આ દેશો સાથે ભાગીદારી કરાશે. ટ્રેડ,ઈન્વેસ્ટમેન્ટ અને સિટી ટુ સિટી કોલોબરેશન થઈ શકે છે. વેપારની દ્રષ્ટિએ અને કલ્ચરલ એક્સચેન્જમાં ઉજળી તકો દેખાઈ રહી છે. વેસ્ટ મિડલેન્ડના પ્રતિનિધિઓ પણ આ સમિટમાં હાજર હતાં. તેમણે ગિફ્ટ સિટી અને રિવરફ્રન્ટની મુલાકાત લીધી હતી. આ ઉપરાંત મોદી સ્ટેડિયમ અને સ્પોર્ટ્સના સ્થળોની પણ મુલાકાત લીધી હતી.


આ પણ વાંચોઃ Ahmedabad News: શહેરના ગાર્ડનમાં વૃક્ષોની વચ્ચે ઈન્સ્ટોલ કરાયેલાં AQI મશીન GPCBની ગાઈડલાઈનનો રીતસર ઉલાળ્યો કરે છે


  • Follow us on: