નવું વર્ષ 2026 શરૂ થવામાં હવે ગણતરીના દિવસો બાકી છે. આ પહેલા નાતાલનો તહેવાર સમગ્ર વિશ્વમાં ખૂબજ ઉત્સાહથી ઉજવવામાં આવશે. ત્યાર બાદ 31મી ડિસેમ્બર એટલે કે વર્ષનો છેલ્લો દિવસ પણ લોકો મોજશોખથી ઉજવશે. આ દિવસે રાત્રે સમગ્ર વિશ્વમાં આતશબાજી થશે. લોકો ફટાકડા ફોડીને નવા વર્ષને આવકારશે અને જૂના વર્ષને વિદાય આપશે. ત્યારે અમદાવાદ પોલીસ કમિશનર દ્વારા થર્ટી ફસ્ટની ઉજવણીને લઈને જાહેરનામું બહાર પાડવામાં આવ્યું છે.


થર્ટી ફર્સ્ટની ઉજવણી અંગે અમદાવાદ પોલીસનું જાહેરનામું

અમદાવાદ પોલીસ કમિશ્નરના જાહેરનામા પ્રમાણે શહેરમાં 31મી ડિસેમ્બરની રાત્રે માત્ર ગ્રીન ફટાકડા જ ફોડી શકાશે. રાત્રે 11.55થી 12.30 સુધી એટલે કે માત્ર 35 મિનિટ સુધી ફટાકડા ફોડી શકાશે. બેરિયમયુક્ત હાનિકારક ફટાકડા ફોડવા પર સંપૂર્ણ પ્રતિબંધ લગાવી દેવામાં આવ્યો છે.જ્યારે જાહેર રસ્તા, હોસ્પિટલ, ધાર્મિક સ્થળો અને સાયલન્ટ ઝોનમાં ફટાકડા ફોડવા અંગે પ્રતિબંધ ફરમાવાયો છે. પોલીસ કમિશ્નરના જાહેરનામાનો ભંગ કરનાર સામે શિક્ષાત્મક પગલાં લેવામાં આવશે.


આ પણ વાંચો: Surat : કડોદરામાં થર્મોકોલના ગોડાઉનમાં ભીષણ આગ, 2 કિલોમીટર દૂર સુધી દેખાયા ધુમાડાના ગોટા દેખાયા

  • Follow us on: