સુરતના કડોદરા ખાતે આવેલ એક થર્મોકોલના ગોડાઉનમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતા સમગ્ર વિસ્તારમાં હડકંપ મચી ગયો હતો. પ્રાથમિક માહિતી મુજબ શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું જાણવા મળ્યું છે. ગોડાઉનમાં મોટા પ્રમાણમાં થર્મોકોલના દાણા સંગ્રહિત હોવાથી આગે થોડા જ સમયમાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું.


ગોડાઉનની બાજુમાં જ વીજ થાંભલો આવેલ હોવાથી વધુ શોર્ટ સર્કિટ થઇ

આગ લાગતાની સાથે જ ગોડાઉન આસપાસ અફરાતફરી સર્જાઈ હતી. ગોડાઉનની બાજુમાં જ વીજ થાંભલો આવેલ હોવાથી વધુ શોર્ટ સર્કિટ થવાની ઘટના બની હતી, જેના કારણે આગ વધુ ફેલાઈ હતી. આ આગની ઝપેટમાં થર્મોકોલના ગોડાઉનની બાજુમાં આવેલ લેથ મશીનોનું કારખાનું પણ આવી જતા નુકસાનની શક્યતા વ્યક્ત કરવામાં આવી રહી છે.

 બારડોલી, પલસાણા અને કડોદરા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી

આગની જાણ થતાં જ બારડોલી, પલસાણા અને કડોદરા ફાયર બ્રિગેડની ટીમો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી અને આગ પર કાબૂ મેળવવાના પ્રયાસો શરૂ કર્યા હતા. આગ એટલી ભયાનક હતી કે તેના ધુમાડાના ગોટેગોટા બે કિલોમીટર દૂર સુધી દેખાયા હતા.

 બે કિલોમીટર સુધીનો ટ્રાફિક વ્યવહાર જામ

આગની ઘટનાને પગલે કડોદરા વિસ્તારમાંથી પસાર થતો અંદાજે બે કિલોમીટર સુધીનો ટ્રાફિક વ્યવહાર જામ થઈ ગયો હતો, જેના કારણે વાહનચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડ્યો હતો. હાલ આગ પર કાબૂ મેળવવાની કાર્યવાહી ચાલુ છે.


આ પણ વાંચો-----   Gujarat Flashback 2025 : આ વર્ષે ગુજરાત રહ્યું હતું અગ્રેસર, સ્વચ્છતામાં અમદાવાદને મળ્યો હતો સૌથી સ્વચ્છ મોટા શહેરનો એવોર્ડ તો સુરત અને ગાંધીનગર પણ

  • Follow us on: