ગુજરાતમાં વારંવાર એવી બૂમો ઉભી થાય છે કે અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું નથી સાંભળતા. તાજેતરમાં વડોદરાના પાંચ ધારાસભ્યોએ મુખ્યમંત્રીને પત્ર લખીને આ જ મુદ્દે રજૂઆત કરી હતી. ત્યારે અમદાવાદ મહાનગર પાલિકામાં અધિકારીઓ ચૂંટાયેલા પ્રતિનિધિઓનું માનતા નહીં હોવાથી તેમને ઠપકો આપવા માટેની દરખાસ્ત રજૂ કરાઈ છે.
અધિકારીઓ ચૂંટાયેલ પ્રતિનિધિનું નથી માનતા
અમદાવાદ મહાનગર પાલિકામાં ચૂંટાયેલા પ્રતિનિધિઓનું અધિકારીઓ માનતા નહીં હોવાથી તેમને ઠપકો આપવા માટે દરખાસ્ત લાવવામાં આવી છે. અલગ અલગ ઝોનના અધિકારીઓને ઠપકો આપવા માટે દરખાસ્ત કરાઈ છે. ડ્રોમાં લાગેલા મકાનોમાં તપાસ કરવા સૂચના અપાઈ હતી. કેટલા આવાસ ખાલી છે તેની તપાસ કરવા સૂચના અપાઈ હતી. અધિકારીઓ દ્વારા તપાસ નહીં કરતાં ચેરમેને આદેશ આપ્યા હતાં. ગત કમિટીમાં 200 જેટલા મકાનોમાં ડ્રો બાદ પણ આવાસ ખાલી હોવાનું સામે આવ્યું હતું.
આ પણ વાંચોઃAhmedabad News: વર્ષો જૂના 6 બ્રિજનું હાઇડ્રોલિક ટેકનોલોજીથી કરાશે રિપેરિંગ, 100 દુકાનોને નોટિસ













