અમદાવાદના મણીનગર વિસ્તારમાં સ્થિત સેવન્થ ડે એડવેન્ટીસ્ટ હાયર સેકન્ડરી સ્કૂલ આખરે સરકાર હસ્તક થઈ છે.અમદાવાદ શહેર ડીઈઓની તપાસમાં સમગ્ર સ્કૂલ જ ગેરકાયદે ચાલતી હોવાનો ભાંડો ફૂટતા શિક્ષણ વિભાગ દ્વારા આ નિર્ણય લેવામાં આવ્યો છે.વિદ્યાર્થી હત્યાની ઘટનાના 119 દિવસ પછી ગેરરીતિ આચરનાર ખાનગી ટ્રસ્ટને સ્કૂલના વહિવટમાંથી હાંકી કાઢવાનો નિર્ણય લેવાતાં સમગ્ર શિક્ષણ આલમમાં ચકચારી મચવા પામી છે.


ડીઈઓને વહિવટદાર તરીકે નિમણુક કરવામાં આવી

શિક્ષણ વિભાગે જાહેર કરેલા સત્તાવાર ઠરાવમાં અમદાવાદ શહેર ડીઈઓને વહિવટદાર તરીકે નિમણુક કરવામાં આવી છે. એ સાથે એવુ પણ કહ્યુ છે કે, આ સ્કૂલમાં અત્યારે નવુ એકપણ એડમિશન આપી શકાશે નહીં. સ્કૂલના સંચાલન અંગે આગામી દિવસોમાં પ્રાથમિક શિક્ષણ નિયામક કચેરી અને શિક્ષણ બોર્ડ દ્વારા સત્તાવાર ગાઈડલાઈન જાહેર કરશે. સરકારના આ નિર્ણય સામે સ્કૂલની નફ્ફટાઈ સામે આવી છે. સ્કૂલ સંચાલકોએ દસ્તાવેજો રજૂ નહીં કરાયા હોવાના દાવાને નકાર્યો છે.

દસ્તાવેજો રજૂ નથી કર્યા તે વાત ખોટી છે

સ્કૂલના મેનેજમેન્ટ દ્વારા કહેવામાં આવ્યું છે કે, દસ્તાવેજો રજૂ નથી કર્યા તે વાત ખોટી છે. અમે તમામ દસ્તાવેજો આપ્યા છે. ઇન્કવાયરી કમિટીનો રિપોર્ટ અમારી પાસે આવ્યો નથી. બીજી તરફ સ્કૂલનો વહીવટ સરકાર હસ્તક આવતા વાલીઓ ખુશ થયાં છે. નવું એડમિશન ના લેવાની શરતે વહીવટ સરકાર હસ્તક લેવાયો છે. કેમ્પસમાં રહેલી તમામ સ્કૂલ સરકાર હસ્તક લેવા નિર્ણય કરવામાં આવ્યો છે.


આ પણ વાંચોઃ Ahmedabad News : 35 વર્ષ બાદ તંત્ર જાગ્યું, ઘાટલોડિયાની 'સ્નેહાંજલિ સોસાયટી' ગેરકાયદે જાહેર, સ્થાનિકો રસ્તા પર...


  • Follow us on: