વિરમગામ શહેરમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સામે સવાલ ઉઠાવતી એક ઘટના સામે આવી છે. શહેરના ઐતિહાસિક મુનસર તળાવ કિનારે ફરવા આવેલી પરપ્રાંતીય યુવતીઓને એક શખ્સે જાહેરમાં ધમકાવી હોવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે. રવિવારની રજા હોવાથી મોટી સંખ્યામાં પર્યટકો અને શ્રદ્ધાળુઓ મુનસર તળાવ અને ત્યાં આવેલા મંદિરના દર્શને પહોંચ્યા હતા. આ દરમિયાન કેટલીક યુવતીઓ તળાવ કિનારે સેલ્ફી લઈ રહી હતી, ત્યારે અચાનક એક યુવક ત્યાં ધસી આવ્યો હતો.


મુનસર તળાવ કિનારે યુવતીઓ સેલ્ફી લેતી હતી

નશાની હાલતમાં દેખાતા આ શખ્સે યુવતીઓ સાથે અભદ્ર વર્તન કરી, ગાળાગાળી કરી હોવાનું સામે આવ્યું છે. સ્થાનિકોના જણાવ્યા મુજબ યુવક નશામાં એટલો ચૂર હતો કે તેણે જાહેરમાં યુવતીઓને ધમકાવી ભયનું વાતાવરણ ઉભું કર્યું હતું. ઐતિહાસિક અને પ્રવાસન સ્થળ પર બનેલી આ ઘટનાને પગલે પ્રવાસીઓની સુરક્ષા સામે ગંભીર સવાલો ઉભા થયા છે. જાહેર રસ્તાઓ પર નબીરાઓ જે રીતે બેફામ બની રહ્યા છે તેનાથી સ્થાનિકોમાં પણ રોષ છે. હાલમાં આ શખ્સનો વીડિયો વાયરલ થતા વિરમગામ પોલીસે શખ્સની ઓળખ કરી તેની સામે કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવા માંગ ઉઠી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો

  • Follow us on: