અમદાવાદ શહેરમાં ફેબ્રુઆરી માસના પ્રથમ પખવાડિયાના આરોગ્યલક્ષી આંકડા સામે આવ્યા છે. મ્યુનિસિપલ કોર્પોરેશનના દાવા અનુસાર શહેરમાં સઘન ચેકિંગ અને આગોતરા આયોજનને કારણે હાઈ રિસ્ક ઝોનમાં પણ પાણીજન્ય રોગોના કેસોમાં નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો છે. રોગચાળાના લેટેસ્ટ આંકડા (ફેબ્રુઆરીના 15 દિવસમાં): શહેરના બહેરામપુરા, રખિયાલ, બાપુનગર અને સરસપુર જેવા વિસ્તારોમાં મુખ્યત્વે કેસો નોંધાયા છે, જેની વિગત મુજબ ઝાડા-ઉલ્ટી: 141 કેસ, ટાઈફોઈડ: 65 કેસ, કમળો: 26 કેસ છે.


શહેરમાં 26 હાઇ રિસ્ક એરિયામાં કામ ચાલુ

તંત્રની કામગીરી અને વોટર સેમ્પલિંગ શહેરમાં અગાઉથી નક્કી કરાયેલા 26 હાઈ રિસ્ક એરિયામાં આરોગ્ય વિભાગ દ્વારા સતત મોનિટરિંગ કરવામાં આવી રહ્યું છે. ચાલુ માસ દરમિયાન તંત્ર દ્વારા કુલ 3,522 પાણીના સેમ્પલ લેવામાં આવ્યા હતા, જેમાંથી 11 સેમ્પલ અનફિટ (બિનઆરોગ્યપ્રદ) જાહેર થયા છે. જે વિસ્તારોમાં સેમ્પલ અનફિટ આવ્યા છે ત્યાં ક્લોરિનેશન અને લાઈન રિપેરિંગની કામગીરી તેજ કરી દેવામાં આવી છે.

ચાલુ માસમાં 3522 પાણીના સેમ્પલ લેવાયા

ખાધ્ય પદાર્થોનું કડક ચેકિંગ માત્ર પાણી જ નહીં, પરંતુ લોકોના સ્વાસ્થ્યને ધ્યાનમાં રાખીને ખાદ્ય પદાર્થો અને ખાસ કરીને પાણીપુરીના વિક્રેતાઓને ત્યાં પણ કડક ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે. દૂષિત ખોરાક અને પાણીને કારણે રોગચાળો ન ફેલાય તે માટે મ્યુનિસિપલ આરોગ્ય વિભાગ દ્વારા સતત દરોડા પાડવામાં આવી રહ્યા છે. તંત્રના મતે, હાઈ રિસ્ક એરિયામાં અગાઉથી કામગીરી ચાલુ હોવાને કારણે જાન્યુઆરીની સરખામણીએ ફેબ્રુઆરીમાં સ્થિતિ ઘણી સારી છે.

ગુજરાતના વધુ સમાચાર વાંચવા માટે ક્લિક કરો


  • Follow us on: