કોમનવેલ્થ ગેમ્સની યજમાનીને લઇને અમદાવાદ જોરોશોરોથી તૈયારીમાં જોડાઇ ગયુ છે. જેને લઇને આવતીકાલે એટલે કે 7 જાન્યુઆરીએ IOAની બેઠક મળવા જઇ રહી છે. આ બેઠકમાં કેન્દ્રીય રમતગમત મંત્રી મનસુખ માંડવીયા પણ હાજર રહેશે.
કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે મક્કમ
રમતગમત ક્ષેત્રે વૈશ્વિક ફલક પર ભારતનું નામ રોશન કરવા માટે હવે ગુજરાતનું અમદાવાદ શહેર તૈયાર છે. ભારત આગામી વર્ષોમાં મલ્ટી-સ્પોર્ટ્સ ઇવેન્ટ્સ, ખાસ કરીને કોમનવેલ્થ ગેમ્સની યજમાની કરવા માટે મક્કમ છે. આ દિશામાં એક મહત્વ પૂર્ણ પગલું ઉઠાવતા 7 જાન્યુઆરીએ અમદાવાદમાં ઇન્ડિયન ઓલિમ્પિક એસોસિએશનની મહત્વપૂર્ણ બેઠક મળવા જઇ રહી છે.













