અમદાવાદ સેશન્સ કોર્ટે સિરિયલ કિલર તરીકે ઓળખાતા મદન નાયકને આજીવન કેદની સજા ફટકારી છે. ચાર હત્યાના કેસોમાંથી એક મહત્વપૂર્ણ હત્યા કેસમાં આ ચૂકાદો જાહેર કરવામાં આવ્યો હતો.


 ન્યાયાધીશે આરોપીને દોષિત ઠેરવ્યો

કોર્ટમાં રજૂ થયેલા પુરાવા અને સાક્ષીઓના આધારે ન્યાયાધીશે આરોપીને દોષિત ઠેરવ્યો હતો.

ક્રાઇમ પેટ્રોલ જોઈ હત્યાને અંજામ આપતો હતો

તપાસ દરમિયાન સામે આવ્યું હતું કે આરોપી ટીવી શો ક્રાઇમ પેટ્રોલ જોઈને હત્યાની પદ્ધતિઓ શીખતો અને ત્યારબાદ તેને અંજામ આપતો હતો.

પૈસાની લાલચમાં આવી ગુનાઓ આચરતો

પોલીસ તપાસમાં ખુલ્યું હતું કે મદન નાયક પૈસાની લાલચમાં આવી ગુનાઓ આચરતો હતો. આરોપી હિસ્ટ્રીશીટર હોવાની પણ માહિતી સામે આવી હતી.

આરોપીએ વિશાલ પટેલ નામના યુવકની હત્યા કરી હતી

આ કેસ 27 જૂન 2019નો છે, જ્યારે આરોપીએ વિશાલ પટેલ નામના યુવકની હત્યા કરી હતી. ઘટનાને પગલે શહેરમાં ભારે ચકચાર મચી હતી. લાંબી કાનૂની પ્રક્રિયા બાદ અંતે કોર્ટે આરોપીને આજીવન કેદની સજા ફટકારી છે.


આ પણ વાંચો----      Gandhinagar : રાજ્યના તમામ મહાનગરોમાં બનશે નમો ગૌરવ પાર્ક, શહેરી વિકાસ વિભાગે 20 કરોડની કરી ફાળવણી

  • Follow us on: