અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન (AMC)ની સામાન્ય સભામાં આજે લગ્ન મુદ્દે હળવા અંદાજમાં ચર્ચા ઉઠતા હાસ્યનો માહોલ સર્જાયો હતો.


કોઈના લગ્ન ન થતા હોય તો તેમાં પણ કોંગ્રેસને જવાબદાર ગણે

સામાન્ય સભા દરમિયાન કોંગ્રેસના નેતા શહેઝાદ ખાન પઠાણે ટિપ્પણીઓ કરી સભાસદોનું ધ્યાન ખેંચ્યું હતું. તેમણે કહ્યું, કે આ તો કોઈના લગ્ન ન થતા હોય તો તેમાં પણ કોંગ્રેસને જવાબદાર ગણે

 ભાજપની સત્તા છે એટલે દેવાંગભાઈના લગ્ન નથી થતા.

તેમણે હળવી મજાકના સ્વરમાં ઉમેર્યું, “હું આજે કહું છું કે ભાજપની સત્તા છે એટલે દેવાંગભાઈના લગ્ન નથી થતા.” તેમની આ ટિપ્પણી બાદ સભામાં હાસ્યનું મોજુ ફરી વળ્યું હતું

હેપ્પી વેલેન્ટાઈન ડે

આગળ વધતા શહેઝાદ ખાને ફરી એકવાર હાસ્યભર્યા અંદાજમાં કહ્યું, “હું ફરી એક વખત દેવાંગભાઈને કહું છું – હેપ્પી વેલેન્ટાઈન ડે, આઈ લવ યુ.”

હળવી ટિપ્પણીઓથી તણાવમુક્ત વાતાવરણ

સભામાં રાજકીય મુદ્દાઓ વચ્ચે આવી હળવી ટિપ્પણીઓથી તણાવમુક્ત વાતાવરણ સર્જાયું હતું. 


આ પણ વાંચો-----      Gujarat Latest News Live : કોઇ સલીમ સુરેશ બનીને લાગણીને ઠેસ પહોંચાડશે તો એવા હાલ કરીશું કે.....હર્ષસંઘવી નો હૂંકાર

  • Follow us on: