અમદાવાદ શહેરમાં જમાલપુર વિસ્તારમાં રાત્રીના સમયે યુવકની સરાજાહેર હત્યા કરવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી ત્વરીત 2 આરોપીને ઝડપી પાડ્યા છે.


છરીના ઘા મારી યુવકની હત્યા 

અંગત અદાવતમાં છરીના ઘા મારી યુવકની હત્યા કરાઇ હોવાનું સામે આવ્યું છે. આ બનાવ મોટર ડ્રાઈવિંગ સ્કૂલ નજીક બન્યો હતો અને ગાયકવાડ હવેલી પોલીસ સ્ટેશનની આસપાસની વિસ્તારનો છે.

પોલીસે બે આરોપીઓને ઝડપી લીધા

પોલીસે ઘટના સ્થળની તપાસની અને ઝડપી કાર્યવાહી હેઠળ બે આરોપીઓને ઝડપી લીધા છે. હાલમાં પોલીસે આરોપીઓની પૂછપરછ શરૂ કરી છે અને મામલે વધુ વિગતોનો અંદાજ લગાવી રહી છે.

વિસ્તારમાં ચકચાર મચી

જાહેરમાં યુવકની હત્યા કરાતા લોકોમાં ભારે ચકચાર મચી ગઇ હતી. પોલીસે હવે સમગ્ર મામલાની તપાસ શરુ કરી છે.


આ પણ વાંચો-----    Surendranagar : થાનગઢમાં મધરાત્રિએ તંત્રનો સપાટો, સરકારી જમીન પર કરાયેલા 260 ગેરકાયદે દબાણો તોડી પડાયા, 210 કરોડની સરકારી જમીન દબાણમુક્ત

  • Follow us on: